ભાસ્કર વિશેષ:33મા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ

ગોધરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંચમહાલમાં 2022માં 601 અકસ્માતમાં 260 વ્યક્તિના મોત થયા

પંચમહાલ જિલ્લામાં અકસ્માતની ધટનાઅો રોજ બને છે. જેમાં પરિવારના મોભી, ધરનો ચિરાગ કે ધરના પરિવારને ગુમાવવાનો વારો અાવે છે. વર્ષ 2022 માં જિલ્લામંા કુલ 601 અકસ્માતની ધટનાઅોમાં 260 વ્યક્તિઅોના મોંત અને 649 વ્યક્તીઅોને ઇજાઅો પહોચી હતી. અક્માતની મોટા ભાગની બનાવોમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવાના કારણે થયા છે. અાવા અકસ્માત ધટાડવા અને જિલ્લાવાસીઅોને ટ્રાફિકના નીયમોની જાણકારી મળે તેના માટે પંચમહાલમાં 33મો માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ બુધવારના રોજ કરવામાં અાવ્યો છે.

ટ્રાફિક સપ્તાહમાં ટ્રાફિકના નીયમોને લોકોને સમજ અાપવામા અાવશે તેમજ વાહન ચાલક સીલ્ટ બેલ્ટ, હેલ્મેટ કે કાળી ફિલ્મ લગાવેલી હશે તેની ચેકીંગ હાથ ધરવામંા અાવશે. લોકોને ટ્રાફિકના નિયમોની જાગૃતિ લાવવા જિલ્લા કલેકટર કચેરીથી માર્ગ સલામતીના જાગૃતિ અભિયાનની રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. અને રેલીસરદાર નગર ખંડ, વિશ્વકર્મા ચોક, નગર પાલિકા, બસ સ્ટેન્ડ, ભુરાવાવ, સેન્ટ આર્નોલ્ડ સ્કુલથી પરત બસ સ્ટેન્ડ થઈ દાહોદ રોડ, પરવડી બાય પાસ ખાતે સમાપન થયું હતું. આ રાષ્ટ્રિય માર્ગ સલામતી સપ્તાહ તા.11 થી 17 મી જાન્યઅારી સુધી ચાલશે.

જિલ્લા પોલીસવડાએ જણાવ્યું કે જિલ્લામાં ઓછામાં ઓછા માર્ગ અકસ્માત થાય તેના માટે સક્રિય પ્રયાસો સૌ કોઈએ સાથે મળીને કરવાના છે. રોડ સેફ્ટીના નિયમો અંગે લોકો જાગૃત થાય તેવા પ્રયાસો હાથ ધરાશે.

ટ્રાફિક બ્રિગેડ દ્વારા દાહોદમાં જાગૃતિ રેલી કઢાઇ
દાહોદ શહેરમાં ARTO ઓફિસ ખાતે બુધવારે 33માં માર્ગ સલામતી સપ્તાહની દીપ પ્રાગટ્ય કરી દાહોદ ARTO અને ટ્રાફિક પોલીસ દ્વારા ભવ્ય ઉજવણીની શરૂઆત કરી હતી. આ પ્રસંગે મંચ ઉપર દાહોદ ASP જદગીશ બાંગરવા, ARTO સી. ડી પટેલ, V.M પરમાર , D.M ભટ્ટ કાર્યપાલક ઇજનેર અને DEO કાજલબેન દવે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ડી. ઈ. ઓ કાજલ દવેએ જણાવ્યું હતું કે ટ્રાફિક અને ડ્રાઈવિંગ રિલેટેડ કે પ્રાથમિક જ્ઞાન છે. તે વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી મળે તેવું પ્રવધાન સરકાર દ્વારાકોઈ જોગવાઈ થાય તોય વધુ લાભદાયી નીવડે. ત્યારબાદ દાહોદ rto ઓફિસથી દાહોદ ARTO સી. ડી. પટેલ અને ASP જગદીશ બાંગરવાએ રેલી ને લીલી ઝંડી બતાવી અને રવાના કરી હતી. દાહોદ rto ઓફિસ થી સરદાર ચોક , ગાંધી ચોક , માણેક ચોક ભગિની સર્કલ થી વિવેકાનંદ સર્કલ થી ગોદી રોડ અને ચાકલિયા રોડ ગોવિંદનગર થી જૂના ઇન્દોર રોડ થી પરત rto પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...