રવિવારે પંચમહાલ માં આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની રસીના મેગા ડ્રાઇવનું આયોજન કર્યું છે. પીએચસી- 50, સીએચસી- 12, અર્બન સેન્ટર -6 તથા ઘરે ઘરે જઇને બાકી 1.18 લાખ લોકોને વેક્સિનેશન કરાશે. આરોગ્ય વિભાગની 182 ટીમો કામે લાગશે. એક પણ વ્યક્તિ રસીથી વંચિત ના રહી જાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સેકન્ડ ડોઝ પગાર આપવા જેવી બાબતોને લઇને લડત લડી રહ્યા છે. ત્યારે આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા પંચાયતના આરોગ્ય કર્મીઓને જાહેર રજા કે રવિવારના દિવસે ફરજ નહિ બજાવવાનો આદેશ કર્યો છે.
જો આરોગ્ય કર્મીના મહાસંઘની શનિવાર સુધી માંગનો નિવેડો નહિ આવે તો વેક્સિનેશન ડ્રાઇવમાં મહાસંઘના આદેશનું પાલન કરશે તો મેગા ડ્રાઇવનો અને બુસ્ટર ડોઝ બાકી રહેલા માટે હર ઘર દસ્તક અભીયાન હેઠળ રવિવારે મેગા ડ્રાઇવમાં આરોગ્ય કર્મીઓની પડતર માંગણીઓ ગ્રહણ લગાવી શકે તેમ છે. સ્ટાફ નર્સ, લેબોરેટરી ટેકનીશીયન, ફીમેલ હેલ્થ વર્કર સહીતના 700 કર્મીઓના પડતર પ્રશ્નો, ફેરણી ભથ્થું, કોરોના વોરિયર્સ પ્રોત્સાહીત રકમ તથા કોરોનામા રજાના દિવસે કરેલી કામગીરીનો ફિયાસ્કો થશે તેમ લાગી રહ્યું છે.
દાહોદ જિલ્લામાં આગામી રવિવારે કોવિડ મેગા વેક્સિનેશન કેમ્પ
દાહોદ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શહેરી આરોગ્ય કેન્દ્ર તેમજ ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે રવિવાર તા. 22 મેના રોજ કોવિડ મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું છે. આ મેગા કેમ્પમાં જિલ્લાના 12 થી 14 વર્ષના બાળકો માટે પ્રથમ-બીજો ડોઝ, 15 થી 17 વર્ષના બાળકો માટે બીજો ડોઝ, તેમજ હેલ્થ કેર વર્કસ, ફ્રન્ટલાઇન વર્કસ તેમજ 60 વર્ષથી વધુ વય જુથમાં આવતા વ્યક્તિઓ માટે પ્રિકોશન ડોઝ વહેલી તકે લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરાઇ છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ માહિતી આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.