પ્રગતિ કે ભ્રષ્ટાચાર?:ગોધરા પાલિકાની 17 મિનિટ મોડી શરૂ થયેલી સામાન્ય સભામાં 7 જ મિનિટમાં 43 કામો મંજૂર

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગોધરા પાલિકાની સામાન્ય સભા 17 મિનિટ મોડી ચાલુ થઇને 7 મિનિટમાં પુરી થતા સભ્યોઅે જગ્યા છોડી દીધી અને પાલિકા સભા ખંડમાં જ ભારે હોબાળો મચાવ્યો હતો. - Divya Bhaskar
ગોધરા પાલિકાની સામાન્ય સભા 17 મિનિટ મોડી ચાલુ થઇને 7 મિનિટમાં પુરી થતા સભ્યોઅે જગ્યા છોડી દીધી અને પાલિકા સભા ખંડમાં જ ભારે હોબાળો મચાવ્યો હતો.
  • સભા શરૂ થતાં પહેલા ઘુસી આવેલા મહિલા સભ્યના પતિએ ઉપ-પ્રમુખ પર કોન્ટ્રાકટર સાથે ભાગીદારીનો આક્ષેપ કરતાં ધક્કા મારીને બહાર કાઢ્યાં
  • PWDના કર્મીઓ અને CO ફોન ઉઠાવતા જ નથી
  • કોંગ્રેસ સભ્યે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના કામોની ગણતરી કરવાનું કહેતાં ભાજપના સભ્યોએ વેરાની ગણતરીની માંગ કરી

ગોધરા નગર પાલીકાની ત્રિમાસિક સામાન્ય સભા મંગળવારના રોજ સરદાર નગર ખંડ ખાતે 5 વાગે બોલાવવામાં આવી હતી. પરંતુ સરદાર નગર ખંડ ખાતે સામાન્યસભા 5 વાગ્યાને બદલે 17 મીનિટ મોડી ચાલુ થઇ અને 7 મીનીટમાં વિકાસના 43 કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા.

વિકાસના કામોમાં મુખ્યત્વે વ્યવસાય વેરાના 50 ટકા ગ્રાન્ટની રકમ રૂા.32 લાખના કામો, સરદાર નગર ખંડ રીનોવેશનના કામના અંદાજિત 165 લાખ રકમનો ખર્ચ, અભરામ પટેલના મુવાડા ખાતે નવીન 15 હેન્ડપંપ નાખવા, સાતપુલ, બામરોલી તથા બાવચાવાડના સંપની મોટર 10 વર્ષ જુની થતાં સ્ટેન્ડબાય માટે નવીન મોટરની ખરીદી કરવા રૂા.17.64 લાખ, શહેરના રોડની બાજુની ખુલ્લી જગ્યામાં રૂા.4.97 લાખના પેવર બ્લોક નાખવાના, બામરોલી રોડના પ્રવેશ દ્વાર પાસે વલ્લભ દ્વાર બનાવવા, ગોધરા નગર પાલીકામાં નવીન બોર્ડ રૂમ બનાવવા મળીને કુલ 43 વિકાસના કામો મંજુર થયા હતા.

જયારે વિપક્ષના સભ્યોએ પાલીકાના પવડીના કર્મચારીઓસહિતના કર્મીઓ તથા ચીફ ઓફિસર ફોન કરવા છતાં ઉઠાવતા ન હોવાનો આક્ષેપ કરીને પવડીના કર્મચારીની અન્ય શાખામાં બદલી કરવાની માંગ કરતાં બોર્ડમાં વિચારણા હેઠળ લીધું હતું. આમ પાલિકાની સભા 17 મીનીટ મોડી ચાલુ કરીને 7 મિનીટમાં 43 વિકાસના કામો મંજુર થતાં પાલિકાના પ્રમુખે હાશકારો લીધો હતો.

ઉપ પ્રમુખ-કોન્ટ્રાક્ટરની ભાગીદારીનો આક્ષેપ
સામાન્યસભા શરૂ થતા પહેલા વિપક્ષના મહિલા સભ્યના પતિ ખંડમાં આવીને ઉપપ્રમુખે રૂા.65 લાખનો કોન્ટ્રાકટ એક જ કોન્ટ્રાકટરનો મગાવવામાં આવ્યું છે. ઉપપ્રમુખ કોન્ટ્રાકટરનો ભાગીદાર હોવાનો આક્ષેપ કરીને મજાવર રોડ જાણી જોઇને બનાવાતો નથી તેવો આક્ષેપ કરતાં મહિલા સભ્યના પતિને સભા ખંડમાંથી ધક્કા મારીને બહાર કાઢવામાં આવ્યા હતા. જયારે મહિલા સભ્યના પતિના આક્ષેપ ખોટા અને પાય વિહોણા હોવાનું ઉપપ્રમુખ અક્રમ પટેલે જણાવ્યું હતું.

કામોની ગણતરી મુદ્દે મામલો ગરમાયો
વિક્ષપના સભ્યોએ વિસ્તારના કામો માટે જેસીબી સહીતની માંગણી કરી હતી. ત્યારે પવડી ખાતાના ચેરમેને જેસીબી તથા કામદારો કામ કરવા જાય છે. જેથી રજિસ્ટર મેન્ટેનન્સ કરવામાં આવશે અને જે વિસ્તારનો વારો આવશે તેમને કામ થશે તેવી ભલામણ કરી હતી. તે દરમ્યાન કોગ્રેસના મહિલા સભ્યે ગોધરાના પુર્વ અને પશ્ચિમ વિસ્તારના કામોની ગણતરી કરવાનું કહેતાં અને ભાજપના પાલીકા સભ્યોઅે વેરાની ગણતરી કરવાનું કહેતાં મામલો ગરમાયો હતો.

અન્ય સમાચારો પણ છે...