પંચમહાલ જિલ્લામાં વીતેલા 24 કલાક દરમિયાન ગોધરા તાલુકા અને મોરવા હડફ પોલીસ મથકમાં અકસ્માતના બે બનાવો સંદર્ભમાં ગોધરા તાલુકાના પોલીસ મથકની હદમાં આવેલા પોપટપુરા ગામે રાજ પેટ્રોલ પંપની સામે એક મારુતિ વાન ચાલકે પોતાની ગાડી બેફામ હંકારી લાવી બાઈક ચાલકને અડફેટે લેતા બાઈકની પાછળ બેઠેલા એક યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે બીજા બનાવ સંદર્ભે મોરવા હડફ પોલીસ મથકની હદમાં આવેલા માતરીયા વાડી ગામે પોતાની પત્ની રિસાઈને તેના પિયર જતી રહી હતી. ત્યારે પોતાની પત્નીને લેવા માટે આવેલ પતિ જોડે પોતાની પત્ની ન આવતા મનમાં લાગી આવતા પતિએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈને મોતને વહાલું કર્યું હતું
પ્રથમ બનાવ સંદર્ભ ગોધરાના બામરોલી રોડ સત્યમ સોસાયટી ખાતે રહેતા કિરીટભાઈ રાવળે જણાવ્યું હતું કે, ગોધરા પાસે આવેલા પોપટપુરા ગામે રાજ પેટ્રોલ પંપ સામે એક મારુતિવાનનો ચાલક પોતાની મારુતીવાન બેફામ હંકારી લાવી મોટરસાયકલના ચાલકને અડફેટે લેતા તેને માથાના ભાગે અને શરીરે ઇજાઓ પહોંચી હતી. જ્યારે મોટરસાયકલની પાછળ બેઠેલા હર્ષદકુમાર રાવળને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત થયું હતું
બીજા બનાવ સંદર્ભમાં દાહોદ જિલ્લાના સિગવડ તાલુકાના મેથાણ ડુંગરભીત ફળિયામાં રહેતા ગુલાબભાઈ વાદીએ જણાવ્યું હતું કે, તેમનો દીકરો પર્વત વાદી પોતાના ઘરેથી મોરવા તાલુકાના માતરીયા વાડી ગામે પોતાની પત્ની મનીષાબેન રિસાઈને તેના પિયર ગયેલા હોવાથી તેમને લેવા માટે ગયા હતા, પરંતુ પોતાની પત્ની મનીષાબેન સાસરીમાં જવા તૈયાર ન થતા પર્વતભાઈ વાદીને મનમાં લાગી આવતા અથવા તો કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.