સ્વામીનારાયણ મંદિરોમાં દર વર્ષે શ્રાવણ માસની વરસાદી મોસમમાં હિંડોળાનો ઉત્સવ ઉજવાય છે. હિંડોળા ઉત્સવ એટલે ભગવાનને સ્વહસ્તે ઝુલાવાનો અણમોલ અવસર. ભક્તિની રીત જ એવી છે કે હરિ સંગાથે લાડ કરવાં, એમને જમાડવા- પોઢાડવા અને એમને ઝુલાવવા. હિંડોળાની રચના કરવામાં સૌ ભક્તો પોતાની ઊર્મિઓ ઠાલવે છે. કળા અને કસબ, ધન અને શ્રમએમાં સીંચે છે. હૃદય આનંદથી વિભોર બની જાય છે. આ દિવસો દરમિયાન મંદિરોમાં વિવિધ હિંડોળા તૈયાર કરવામાં આવે છે.
વિવિધ શણગારોથી તૈયાર કરવામાં આવે છે હિંડોળા
ભગવાનના હિંડોળાને ફૂલોથી, સુકામેવાથી, ફ્રૂટથી, પવિત્રતાથી, રાખડીઓથી, ચોકલેટ, મોતી , ફુગ્ગા , છીપલાં, મોરપીંછ, સિક્કાઓથી, અગરબત્તી,વગેરેથી શણગારવામાં આવે છે. હિંડોળા ઉત્સવ પ્રારંભે શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની પ્રેરણાથી પૂજનીય સંતો પણ પંચમહાલ જિલ્લાના મહંત સંત શિરોમણી શ્રી યોગપ્રિયદાજી સ્વામી, સંત શિરોમણી શ્રી ઘનશ્યામસ્વરૂપ સ્વામી, સંત શિરોમણી શ્રી જ્ઞાનસાગર સ્વામી, સંત શિરોમણી શ્રી નિર્દોષસ્વરૂપ સ્વામી અને ભાવીક ભકતોએ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત પંચમહાલ જિલ્લાના શ્રી સ્વામિનારાયણ મંદિર, ધાંધલપુર માં "શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ" ઉપક્રમે હિંડોળા સજાવ્યા છે. જેનાં દર્શનથી હજારો ભાવિકો કૃતાર્થ થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.