શ્રદ્ધા:ગોધરામાં શ્રાવણમાં માટીના 1.25 લાખ શિવલિંગ બનાવી પાર્થેશ્વર ચિંતામણીની કરાતી પૂજા અર્ચના

ગોધરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરરોજ નાના નાના 4200 શિવલિંગ બનાવી વિવિધ સ્વરૂપ તૈયાર કરાય છે

ગોધરામાં મેસરી નદીના કિનારે આવેલ ગણપતિ તથા મહાદેવના મંદિરમાં ભુદેવો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પાર્થેશ્વર ચિંતામણી બનાવી શિવ ઉપાસના કરી રહ્યા છે. શ્રાવણ માસના 30 દિવસમાં કુલ 1 લાખ 25 હજાર પાર્થેશ્વર બનાવી શિવ ઉપાસના કરવામાં આવી રહી છે.

પવિત્ર શ્રાવણમાસમાં પાર્થેશ્વર પુજાને ખાસ મહત્વ આપવામાં આવેલુ છે. ગોધરામાં મેસરી નદીના કિનારે આવેલ ગણપતિ તથા મહાદેવના મંદિરમાં વસંતભાઇ શાસ્ત્રી સહિત ભુદેવો દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ પાર્થેશ્વર ચિંતામણી બનાવી શિવ ઉપાસના કરી રહ્યા છે. પાર્થેશ્વર શિવલીંગ બનાવવા માટે દરરોજ કાળી ચિકણી માટીમાંથી નાના-નાના 4200 શિવલીંગ તૈયાર કરી એક મોટુ સ્વરૂપ બનાવવામાં આવે છે.

શિવલીંગ ઉપર હાથથી ફોલેલી ડાંગરના આખા ચોખા ચઢાવવામાં આવે છે. પાર્થેશ્વર શિવલિંગના દરરોજે અલગ અલગ સ્વરૂપ જેવા કે નાગપાશ યંત્ર, ત્રિકોણ મંગળ, કાચબો કૂર્મ, ચોરસ ગુરુમહારાજ, તારા, ધનુષબાણ અને સૂર્યનારાયણના સ્વરૂપ સ્થાપિત કરી પૂજા અર્ચના કરવામાં આવે છે. તેમજ શિવ પરિવાર પણ માટીમાંથી બનાવાય છે. પુજા અર્ચના કરવામાં આવે છે. દરરોજે બનાવવામાં અાવેલા વિવિધ સ્વરૂપને દરરોજે સંધ્યાકાળે જળમાં પધરાવી દેવામાં આવે છે.

અામ શ્રાવણ માસ દરમિયાન કુલ 1.25 લાખ પાર્થેશ્વરની શિવપુજા કરવામાં આવે છે. આ પાર્થેશ્વર પુજા વર્ષો જુની પરંપરા મુજબ ચાલી આવી છે. બ્રાહ્મણ પરિવારોમાં વર્ષો જુની પરંપરા મુજબ અાજે પણ પાર્થેશ્વર પુજા કરવામાં આવે છે. શ્રાવણ માસના છેલ્લા દિવસે પાર્થેશ્વર પુજાની પુર્ણાહુતી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...