'વિશ્વાસથી વિકાસ યાત્રા':શહેરા-મોરવા હડફ તાલુકામાં જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે રૂ. 8.26 કરોડના 396 કામોનું ખાતમુર્હુત-લોકાર્પણ કરાયું

પંચમહાલ (ગોધરા)14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન હેઠળ રાજય-જિલ્લા-પ્રાંત કક્ષાએ વિવિધ વિભાગના સહયોગથી વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત જેવા લોકાભિમુખના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. જેના અંતર્ગત આજ રોજ પંચમહાલ જિલ્લામાં શહેરા નગરપાલિકા ટાઉનહોલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ કુ. કામિનીબેન સોલંકી અને વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતીમાં વિવિધ કામોના ખાતમુર્હુત અને લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અત્રે વિવિધ મહાનુભાવો અને પદાધિકારીઓની ઉપસ્થિતીમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મહાનુભાવોના સ્વાગત થકી કરવામાં આવી હતી તથા વિવિધ વિકાસના કાર્યોની તકતીનું લોકાર્પણ કરાયું હતું. ઉપસ્થિત તમામ લોકોએ વિશ્વાસ થી વિકાસ યાત્રા ફિલ્મને નિહાળી હતી.

પંચમહાલ જિલ્લાના શહેરા અને મોરવા હડફ તાલુકાના રૂપિયા 4 કરોડ 23 લાખના 236 કામોનું ખાતમુર્હુત તથા 4 કરોડ 32 હજાર રૂપિયાના કુલ 160 કામોનું લોકાર્પણ કરાયું હતું. કુલ રૂપિયા 8 કરોડ 26 લાખ 50 હજારના કુલ 396 કામોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરાયું હતું. શહેરા ખાતે નગરપાલિકા પ્રમુખ ઉર્મિલાબેન નાયક, તાલુકા પંચાયત પ્રમુખ રયજીભાઈ નાયકા,સભ્યઓ સહિત મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સરપંચઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...