હર ઘર તિરંગા કાર્યક્રમ:પંચમહાલ જિલ્લામાં 15મી ઓગસ્ટની તડામાર તૈયારીઓ શરુ; હેડ ઓફીસથી બ્રાન્ચ ઓફીસમાં 1000 ધ્વજ મોકલાયા

પંચમહાલ (ગોધરા)11 દિવસ પહેલા

પંચમહાલ જિલ્લામાં 15 મી ઓગસ્ટ ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે આગામી તા. 13થી 15મી ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં ‘‘હર ઘર ત્રિરંગા’’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે પંચમહાલ જિલ્લામાં પણ હર ઘર ત્રિરંગા કાર્યક્રમના માધ્યમથી દેશનું ગૌરવ-દેશનું અભિમાન-ત્રિરંગો હર ઘરની શાન બને તે માટે જિલ્લાના નાગરિકોને પોતાના ઘર - મકાનો પર તા.13 થી 15 દરમિયાન રાષ્ટ્રધ્વજને લહેરાવીને રાષ્ટ્ર ભાવનાને વધુ પ્રબળ બનાવવા માટે તૈયારી કરી રહ્યા છે. ત્યારે ગોધરામાં આવેલ જુના બસ સ્ટેન્ડ પાસે પોસ્ટ ઓફિસમાં જિલ્લામાં સમાવેશ થતી 249 બ્રાન્ચ ઓફિસ અને 23 સબ ઓફીસ મળી કુલ 272 હેડ ઓફિસ ગોધરા ખાતે ગ્રામ્ય બ્રાન્ચ ઓફિસમાં 1000 જેટલા ધ્વજ મોકલવામાં આવ્યા છે.

13થી 15મી ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન
પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આગામી 13 થી 15 મી ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પંચમહાલ જિલ્લાના એક પણ ગ્રામ્ય વિસ્તારમાં રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યા વગર ન રહી જાય તે માટે ગોધરા ની હેડ પોસ્ટ ઓફિસ દ્વારા 249 બ્રાન્ચ ઓફિસ અને 23 સબ ઓફિસ મળી કુલ 272 હેડ પોસ્ટ ઓફિસ માં શરૂઆત માં 1000 જેટલા ધ્વજ મોકલી આપવામાં આવ્યા છે તેવું ગોધરા હેડ પોસ્ટ ઓફિસ ના પોસ્ટ માસ્તર એમ ડી પરમારે જણાવ્યું હતું કે સ્ટોક જેમ જેમ આવતો જશે તેમ તેમ અમે રાષ્ટ્રીય ધ્વજ ગ્રામ્ય લેવલની પોસ્ટ ઑફિસ બ્રાંચમાં મોકલતા રહીશું.

અન્ય સમાચારો પણ છે...