રાજકારણ:પંચમહાલમાં 8 ઉમેદવાર સ્નાતક, બે 12 સુધી ભણેલા

ગોધરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ અને આપના 8 ઉમેદવારો શિક્ષિત

વિધાનસભાની ચંુટણીની તારીખ જાહેર થતાં ભાજપ અને અામ અાદમી પાર્ટી દ્વારા પંચમહાલની 5 બેઠકો માટે પોતાન પક્ષના ઉમેદવાર નામ જાહેર કરી દીધા છે. અા વખતની ચુંટણીમાં ભાજપ, કોગ્રેસ અને અાપ પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે. ત્યારે ભાજપ પક્ષે જાહેર કરેલા 5 ઉમેદવારોમાં ચાર ઉમેદાવરો ગ્રેજયુઅેટ અને અેક ઉમેદવાર ધો. 12 સુધી ભણેલ છે.

જયારે અાપ પાર્ટી દ્વારા જાહેર 5 ઉમેદવારોમાં 4 ગ્રેજયુઅેટ અને અેક ઉમેદવાર ધોરણ 10 સુધી ભણેલ છે. અાપ પાર્ટીના શહેરા વિધાનસભાના ઉમેદવાર તખતસિંહ સોલંકી ફક્ત ધોરણ 10 સુધીનો જ અભ્યાસ કર્યો છે. જયારે ભાજપ પક્ષે જાહેર કરેલા 5 ઉમેદવારોમાં કાલોલ સીટ પર ફતેસિંહ ચાૈહાણ ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. જયારે પંચમહાલ જિલ્લાની 5 બેઠકો પર કોગ્રેસ પક્ષે હજુ ઉમેદવાર જાહેર કર્યા નથી.

વિધાનસભા - ભાજપ - કોંગ્રેસ - આપ ગોધરા - બી.કોમ. - જાહેર નથી - બી.એ. કાલોલ - ધોરણ-12 - જાહેર નથી - બી.અે, બી.અેડ હાલોલ - બી.કોમ. - જાહેર નથી - બી.એ. શહેરા - બી.એ. - જાહેર નથી - ધોરણ 10 મોરવા (હ) - બીઅે/ઇલ.અેન્જી - બીએ/એમએડ - બી.અે,બી.અેડ

અન્ય સમાચારો પણ છે...