ગૌ ચોર ઝડપાયો:મોરવા હડફમાં પોલીસે ઇન્દીરા કોલોનીમાંથી ગૌવંશની ચોરી કરનારા ઈસમને દબોચ્યો; પોલીસે અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કર્યો

પંચમહાલ (ગોધરા)એક મહિનો પહેલા

મોરવા હડફ તાલુકામાં આવેલા સંતરોડ ગામે ઇન્દિરા કોલોનીમાં વહેલી પરોઢે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ઘર આંગણે બાંધી રાખેલી ગૌવંશને એક સિલ્વર કલરની ફોર વ્હીલ ગાડીમાં લઈ જતાનો વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જે બાબતે મોરવા હડફ પોલીસે ગુનો દાખલ કર્યાનો અહેવાલ દિવ્યભાસ્કરમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જેની ગણતરીના કલાકોમાં જ બી-ડિવિઝન પોલીસ મથકના પીઆઈ સહિત ડીસ્ટાફની ટીમે ફોર વ્હીલ ગાડીમાં ગૌવંશની તસ્કરી કરનાર એક આરોપીની અટકાયત કરી હતી. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મોરવા હડફ પોલીસ સ્ટેશનનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કર્યો હતો.

દિવ્યભાસ્કરના અહેવાલ બાદ પોલીસ એક્શનમાં
પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તરફથી જિલ્લામાં બનતા ચોરીના ગુનાઓ શોધી કાઢવા અંગે નાયબ પોલીસ અધિક્ષક પી.આર. રાઠોડને સૂચનાઓ આપી હતી. જે સૂચનાઓના આધારે ગોધરા બી-ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર.એમ. સંગાડાનાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મોરવા હડફ પોલીસ મથકના હદમાં આવેલી સંતરોડ વિસ્તારમાંથી ગૌવંશની ચોરીમાં વપરાયેલી ફોર વ્હીલ ગાડી જે સીસીટીવી ફૂટેજમાં દેખાય છે. બે ઈસમો ગોધરા-વડોદરા હાઇવેની બાજુમાં આવેલી સલામત સોસાયટીની અંદર ખુલ્લી જગ્યામાં ઉભા છે.

પોલીસે અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કર્યો
જે બાતમી આધારે ગોધરા બી-ડિવિઝન પીઆઈ આર.એમ. સંગાડા, એએસઆઈ રણજીતસિંહ સોમસિંહ, એએસઆઈ મુકેશ રણછોડભાઈ સહિતનાઓ સદર બાતમી વાળી જગ્યાએથી મોરવા હડફ પોલીસમાં ચોરીમાં વપરાયેલી ફોર વ્હીલ ગાડી સાથે ફીરદોશ અઝીજ પઠાણ રહે. હયાતની વાડી માસુમ મસ્જિદ પાસે ગોધરાનાને પકડી પાડ્યો હતો. વિશ્વાસમાં લઇ પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે, તા 01/01/2023ના રોજ ફોર વ્હીલ ગાડી લઈને અમે સંતરોડ ગામે ગયા હતા. ત્યાં અમે બે ગાયોને ફોર વ્હીલ ગાડીમાં મૂકી ચોરી કરી લઇ આવીને હયાતની વાડી પાસે ઉતારી ગયા હતા. ત્યારબાદ ગાયો ભરેલી ગાડીને લઈ અમારી સાથેના વાહીદ યુસુફ મીઠા તથા બીજા બે ઈસમો લઈ જતા રહ્યાં હતા. જ્યારે ચોરેલી ગાયો વાહીદ યુસુફ મીઠાએ ક્યાં ઉતારી છે તેની મને ખબર નથી તેમ જણાવી ગુનાની કબુલાત કરી હતી. આમ, બી-ડિવિઝન પોલીસે ફિરદોશ ખાન અઝીજખાન પઠાણને પકડી મોરવા હડફ પોલીસ સ્ટેશનનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...