વિવાદ:હાલોલ પ્રતાપપુરામાં જૂની અદાવતના‎ ઝઘડામાં 4નો એક પર જીવલેણ હુમલો‎

હાલોલ‎એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે વડોદરા રીફર કરાયો : ઇજાગ્રસ્તના પિતાએ હાલોલ ગ્રામ્યમાં ફરિયાદ નોંધાવી‎

પ્રતાપપુરા ગામે જૂની અદાવતે‎ યુવક ઉપર તીક્ષ્ણ હથિયારથી ચાર‎ ઈસમો દ્વારા જીવલેણ હુમલો‎ કરવામાં આવતાં યુવકને ગંભીર‎ ઇજાઓ પહોંચી હતી. અર્ધબેભાન‎ અવસ્થામાં યુવકને સારવાર માટે‎ હાલોલની ખાનગી હોસ્પિટલ‎ અને ત્યારબાદ વધુ સારવાર માટે‎ વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે‎ ખસેડ્યો હતો.‎ પ્રતાપપુરા ના કાર્બન તલાવડી‎ વિસ્તારમાં રહેતા શૈલેષ ભાઈ‎ સામંતસિંહ પરમાર તેમના બે‎ બાળકોને પ્રતાપપુરા પ્રાથમિક‎ શાળામાંથી સાંજે પરત ઘરે‎ લાવવા એકટીવા લઈને નીકળ્યા‎ હતા.

દરમિયાન પ્રતાપપુરા‎ જવાના રસ્તા ઉપર બાઈક ઉપર‎ આવેલા 4 જણ શૈલેષભાઈની‎ એકટીવાને રોકીને તેમની ઉપર‎ ચપ્પા જેવા હથિયારથી મારી‎ નાખવાના ઇરાદે હુમલો કરી‎ શરીરના વિવિધ ભાગોમાં ગંભીર‎ ઇજા પહોંચાડી ત્યાંથી ફરાર થઈ‎ ગયા હતા. હથિયારના વધુ પડતા‎ ઘા ને લઈને શૈલેષ રસ્તાની‎ બાજુમાંજ બેભાન અવસ્થામાં પડી‎ ગયા હતા. જેની જાણ ત્યાંથી‎ પસાર થતી વ્યક્તિએ શૈલશના‎ પિતાને કરી હતી.

આથી તેમના‎ પિતા તાત્કાલિક ઘટના સ્થળે‎ પહોંચી જઈને ગંભીર ઇજા‎ પામેલા પુત્રને દવા સારવાર માટે‎ હાલોલની ખાનગી હોસ્પિટલમાં‎ લઈ ગયા હતા. જ્યાં સારવાર‎ અપાયા બાદ તબિયત વધુ નાજુક‎ બનતાં વધુ સારવાર માટે સયાજી‎ વડોદરા ખાતે લઇ જવાયો હતો.‎

ઇજાગ્રસ્ત યુવકના પિતા દ્વારા‎ અપાયેલી ફરિયાદ મુજબ જુના‎ ઝઘડાની અદાવત રાખીને તેમના‎ સંબંધી એવા તેમના જ બનેવી‎ કાંતિ પરમાર, વિપુલ પરમાર‎ બંને રહે. પ્રતાપપુરા અને સુનિલ‎ પરમાર રહે. કંજરી તેમજ એક‎ અજાણ્યા ઇસમે ભેગા મળીને‎ શૈલેષને મારી નખવાના ઇરાદે‎ ચપ્પા જેવા હથિયારથી હુમલો‎ કર્યો છે. પોલીસે હાલ કુલ 4 સામે‎ આ મામલે ગુનો હાલોલ ગ્રામ્ય‎ પોલીસ મથકે નોંધી હુમલો કરનાર‎ ઇસમોને ઝડપી પાડવાના વધુ‎ કાર્યવાહી હાથ ધરી છે.‎

અન્ય સમાચારો પણ છે...