ફરિયાદ:ગોધરામાં બહેને ભાઇ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી

ગોધરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્લોટમાં મકાન બનાવી ભાઇનો ગેરકાયદેસર કબજો
  • ભાઇ પ્લોટમાં બે ઝૂંપડા અને પાકંુ મકાન બનાવીને રહેતાં હતાં

ગોધરાના બામરોલી રોડ પરની પંચાલ હોસ્પીટલની ગલીમાં ભાનુબેન કાનજીભાઇ રાવળે પોતાના મૃતક પતિની બચતના પૈસાથી પ્લોટ ખરીદયો હતો. ભાનુબેનેના ભાઇ ચિરાગભાઇ બીમાર રહેતાં તેઅોઅે ચિરાગભાઇ અને જનકભાઇને રહેવા ઝુપડું બનાવીને સહારો અાપ્યો હતો. 2011માં બીમાર ચિરાગભાઇ મૃત્યુ પામ્યો હતો. ત્યાર બાદ ભાનુબેનનો બીજો ભાઇ જનકભાઇ રાવળે પ્લોટમાં બે ઝુંપડા અને અેક પાકું મકાન ભાનુબેનની જાણ બહાર બનાવીને અનઅધિકૃત કબજો જમાવીને રહેવા લાગ્યા હતા.

ભાનુબેને તેમના ભાઇ જનકભાઇને પ્લોટ ખાલી કરવા અનેક વાર કહેવા છતાં તેમનો ભાઇ પ્લોટ ખાલી નહિ કરીને ગેરકાયદે કબજો જમાવ્યો હતો.ભાનુબેનને તેમના ભાઇ વિરુદ્ધ કલેકટર કચેરીમાં જમીન પચાવી પાડવાના કાયદા હેઠળ અરજી કરતાં કલેકટરની તપાસમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો બનતો હોવાથી ફરીયાદ નોધવાનો હુકમ કરતાં ગોધરાના અે ડીવીઝનમાં બહેને ભાઇ વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરીયાદ નોધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...