ગોધરા શહેરમાં આવેલ ગુહ્યા મોહલ્લા પાસેથી શહેરનું મુખ્ય ગરનાળું પસાર થાય છે. આ ગરનાળામાંથી શહેરના મોટાભાગના વિસ્તારાના પાણીનો નિકાલ થતો હોય છે. પાલિકા દ્વારા નાળાની સફાઇ કરવામાં નહી અાવતા ગરનાળું કચરાથી જામ થઈ જવા પામેલ છે. જેને કારણે ગંદુ પાણી વહ્યા કરે છે.
ગંદકીને લઈને મીઢીના કોતર વિસ્તારની આસપાસ રહેતા લોકોને દુર્ગંધ તથા મચ્છરોના ઉપદ્રવનો સામનો કરવો પડી રહ્યો છે. બારેમાસ ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિસ્તારના રહીશો નર્કાગાર જેવું જીવન જીવવા મજબુર બન્યા છે. ગંદકીને કારણે વિસ્તારમાં ગંભીર બીમારીઓ જેવી કે ડેન્ગ્યૂ, મેલેરિયા, ટાઇફોઇડનો ભય લોકોને સતાવી રહ્યો છે. ગરનાળામાં કચરાને કારણે ચોમાસાની સીઝનમાં સ્થાનિકોના ઘરોમાં પાણી ઘુસી જાય છે. ગરનાળાની નિયમિત સાફસફાઈ થાય તે માટે સ્થાનિકોએ અનેક વાર ગોધરા પાલિકામાં લેખિત તથા મૌખિક રજૂઆતો કરી ચૂકેલ છે. પાલિકાએ રજૂઆતો ધ્યાને નહિ લેતા વિસ્તારના રહીશોએ મુખ્યમંત્રીને પણ લેખિતમાં ફરિયાદ કરેલ હતી.
ગરનાળાની તાત્કાલિક સાફસફાઈ કરીને ગરનાળામાં પડેલ કચરાના ઢગલા સાફ સફાઈ કરી દવાનો છટકાવ કરવામાં આવે તેવી ઉગ્ર માગ સ્થાનિકો દ્વારા કરવામાં અાવી છે. જો અાગામી દિવસોમાં પાલિકા દ્વારા ગરનાળાની સફાઇ અંગે કોઇ કાર્યવાહી કરવામાં નહી અાવેતો કલેક્ટરને રજુઅાત કરી ગાંધી ચિંધ્યા માર્ગે અાંદોલન કરવાની ફરજ પડશે તેવુ સ્થાનિક શબ્બીર મોહમ્મદ અલ્લીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.