હાલાકી:ગોધરામાં પ્રિ-મોન્સૂન કામગીરી ધીમી રહેતાં નાળામાં કચરાના ઢગલાં યથાવત

ગોધરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રિ-મોન્સૂનની કામગીરી દેખાવ પૂરતી કરવામાં આવી રહી છે

ગોધરા નગરપાલિકા વિસ્તારમાં ચોમાસામાં ભારે વરસાદ પડતા નિચાણવાળા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ જાય છે. જેના માટે પાલિકા દ્વારા ચોમાસા અગાઉ પ્રિ-મોન્સૂન કામગીરી કરાતી હોય છે, તેમ છતાં શહેરના ભુરાવાવ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થાય છે, જેને લઇને નગરપાલિકા દ્વારા કરાતી પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠે છે.

બાદ 31 મેથી શહેરમાં નાળા સહિતની જગાની સફાઇ મશીનરી દ્વારા કરાઇ રહી છે. પરંતુ શહેરાના વહોરવાડ વિસ્તાર, સ્ટેશન રોડ વિસ્તાર તથા પાવર હાઉસ રોડ પર તથા બામરોલી રોડ પર પસાર થતાં પ્રભાના નાળા સહિતના અન્ય વિસ્તારોમાં કચરાનો ઢગલો દૂર કરાયો નથી. આમ કામગીરી મંથર ગતિએ ચાલતાં ચોમાસામાં એ જ મુશ્કેલીનો સમાનો કરવો પડશે.

અન્ય સમાચારો પણ છે...