• Gujarati News
  • Local
  • Gujarat
  • Panchmahal
  • In Godhra, Parnita Was Tortured By Her In laws; Husband Says I Want To Bring Another Bairi; Finally Parneeta Got Fed Up And Filed A Police Complaint

સાસરિયા વિરુદ્ધ ફરિયાદ:ગોધરામાં પરણિતાને સાસરીયાઓ ત્રાસ આપતાં હતા; પતિ કહેતો મારે બીજી બૈરી લાવવી છે; આખરે પરણિતાએ કંટાળી પોલીસ ફરિયાદ નોંધાવી

પંચમહાલ (ગોધરા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરા તાલુકાના બામરોલી ગામે રહેતી પરિણીતાને પતિ સહીત સાસરીયા દ્વારા અવાર નવાર ભેગા મળીને તને ઘરનું કામ અને ખેતીકામ કરતા આવડતું નથી તેમ કહી નાની નાની બાબતે મેણાં ટોણા મારતા. 'મારે બીજી બૈરી લાવી છે' તેમ કહીં શારીરિક અને માનસિક ત્રાસ આપી મારઝૂડ કરી હેરાન પરેશાન કરવામાં આવતી હતી. જેથી પરણીતા એ પતિ સહિત સાસરીયા વિરૂદ્ધ ગોધરા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, શહેરા તાલુકાના ડેમલી ગામે આવેલ વણકર ફળીયામાં રહેતા ધર્મિષ્ઠાબેન લાલજીભાઈ વણકરે પોતાની પોલીસ ફરિયાદમાં જણાવેલ કે, શહેરા તાલુકાના બામરોલી ગામે પતિ દિનેશભાઈ રમણભાઈ બામણીયા, સસરા રમણભાઈ રત્નાભાઇ બામણીયા, સાસુ વિનુબેન રમણભાઈ બામણીયા, અને દિયર ભાવેશભાઈ રમણભાઈ બામણીયા એકબીજા ભેગા મળીને કહેતા હતા કે તને ઘરનું કામ થતું નથી. તને ખેતીકામ કરતાં આવડતું નથી તેમ કહી નાની નાની બાબતે મેણા ટોળા મારતા હતા.

જ્યારે પતિ દિનેશભાઈ બામણીયા મને એમ કહેંતા હતા કે, મારે બીજી બૈરી લાવવાની છે. તેમ કહીં ગમે તેમ મા-બેન સમા અપશબ્દો બોલતાં મારઝૂડ કરી હેરાન પરેશાન તેમજ શારીરિક તથા માનસિક ત્રાસ આપતા હતા. જ્યારે સસરા, સાસુ સહીત દિયર મારા પતિ દિનેશભાઈ બામણીયાને ચઢામણી કરતા હતા. જેથી કંટાળીને મારે મારા પતિ સહિત સાસરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...