પરિવારજનો આવી જતા આબાદ બચાવ:ગોધરામાં માનસિક બિમાર મહિલાએ રમી રહેલા બાળકને ખોળામાં બેસાડ્યો, બાળકને બચાવવાની કોશિશ કરતા માતાને મારવા લાગી

પંચમહાલ (ગોધરા)2 મહિનો પહેલા
માનસિક બિમાર મહિલા

ગોધરાના વિશ્વકર્મા મંદિર આગળ એક અજાણી મહિલાએ બાળકને ખોળામાં બેસાડી ઉઠાવી લઈ જવાની કોશિશ કરતા પરિવારના લોકો આવી જતાં બાળકનો આબાદ બચાવ થયો હતો. આ બનાવ સંદર્ભે આજરોજ ગોધરાના ભરચક વિસ્તારમાં આવેલ વિશ્વકર્મા મંદિર પાસે મંદિરમાં રમી રહેલા અઢી વર્ષના બાળકને એક અજાણી મહિલા મંદિરનો દરવાજો ખોલી અને અંદર પ્રવેશ કરી બાળકને ઉઠાવી લઈ જવાની કોશિશ કરી હતી. એટલામાં બાળકની માતા પોતાના બાળકને બચાવવાની કોશિશ કરી રહી હતી ત્યારે આ અજાણી મહિલાએ બાળકની માતાને મારવા લાગી હતી. એટલામાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને અજાણી મહિલાને ઝડપી પાડી હતી. બાળકની માતા-પિતાએ તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અજાણી મહિલાને પકડી પોલીસ સ્ટેશનમાં લઈ વધારે તપાસ હાથ ધરી છે.

બાળકનો પરિવાર
બાળકનો પરિવાર

અજાણી મહિલા બાળકની માતાને મારવા લાગી
આ બાબતે દિવ્યભાસ્કરની ટીમે બાળકના પરિવારને મળી આખી ઘટના અંગે માહિતી માંગતા પરિવારના પૂણેશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અમારું બાળક મીતકુમાર રિતેશભાઈ ત્રિવેદી (ઉં.વ.2.5) મંદિરમાં રમી રહ્યું હતું. જેમાં એક અજાણી મહિલા આવી બાળકને ખોળામાં બેસાડી લઈ જવાની કોશિશ કરી હતી. એટલામાં બાળકની માતા તાત્કાલિક આવી પોતાના બાળકને આ અજાણી મહિલા પાસેથી છોડાવવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે આ અજાણી મહિલા બાળકની માતાને મારવા લાગી હતી. જેથી આજુબાજુના લોકો દોડી આવી આ અજાણી મહિલાને પકડી પાડી પોલીસ સ્ટેશનમાં મોકલી આપી હતી. હાલ બાળકના માતા પિતા સહિતના પરિવારના લોકો ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જઈ આ અજાણી મહિલા સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ કરી છે. પોલીસે આ અજાણી મહિલાને ઝડપી વધારે તાપસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કદાચ માનસિક અસ્થિરતાનું જણાય આવે છે તે છતાં પોલીસ તપાસ ચાલુ છે.

પૂણેશભાઈ ત્રિવેદી
પૂણેશભાઈ ત્રિવેદી

મહિલા પ્રાથમિક તપાસમાં અસ્થિર મગજની જણાય
આ બાબતે ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એન.આર. ચૌધરી સાથે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ અજાણી મહિલા પ્રાથમિક તપાસમાં અસ્થિર મગજની જણાય આવે છે, પરતું હાલ તેની વધારે પૂછતાછ ચાલુ છેઃ એન.આર.ચૌધરી એ ડિવિઝન પી.આઈ

અન્ય સમાચારો પણ છે...