દેશમાં પ્રથમ ઘટના:ગોધરામાં 1949માં નહેરૂએ સરદારની હયાતીમાં પ્રતિમાનું અનાવરણ કર્યું હતું

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વર્ષ 1949માં સરદાર પટેલની હયાતીમાં તેમની પ્રતિમાનું અનાવરણ જવાહરલાલ નહેરુએ કર્યું હતું. જે પ્રથમ તસવીરમાં જણાય છે અને બાજુની તસવીરમા઼ પ્રતિમા પાસેની તક્તી જણાય છે. - Divya Bhaskar
વર્ષ 1949માં સરદાર પટેલની હયાતીમાં તેમની પ્રતિમાનું અનાવરણ જવાહરલાલ નહેરુએ કર્યું હતું. જે પ્રથમ તસવીરમાં જણાય છે અને બાજુની તસવીરમા઼ પ્રતિમા પાસેની તક્તી જણાય છે.
  • હયાતીમાં પ્રતિમા લોકાર્પિત કર્યા હોવાની દેશમાં પ્રથમ ઘટના

31 અોકટોબર 1875ના રોજ નડીયાદ ખાતે દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભાઇ પટેલનો જન્મ થયો હતો. અાજે દેશમાં સરદાર વલ્લભભાઇ પટેલની 147 મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે. અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્વ મોદી દ્વારા લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સાૈથી ઉચી પ્રતિમા કેવડીયા ખાતે ઉભી કરવામાં આવી છે. પરંતુ આ વાત આજે સરદારની જન્મ જયંતીએ યાદ આવે છે કે જવાહરલાલ નહેરૂએ 13..2..1949 ના રોજ સરદાર વલ્લભભાઇ પટેલની હયાતીમાં જ ગોધરા ખાતે તેમની પ્રતીમાનું અનાવરણ કરી તેમને સેવાને બિરદાવી હતી.

ગોધરા ખાતે ગાંધી અાશ્રમમાં ગાંધીજી સાથે મુલાકાત થયા બાદ સરદાર પટેલે દેશની અાઝાદીની ચળવળમાં ભાગ લીધો હતો. અાઝાદી બાદ દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલ બન્યા હતા. જવાહરલાલ નહેરૂ અને સરદાર પટેલ વચ્ચે રાજકીય મેળ ન હોવાની અનેક ચર્ચાઅો હાલ થઇ રહી છે.

ત્યારે સરદાર વલ્લભભાઇ પટેલે દેશ માટે કરેલી કામગીરીને બીરદાવવા માટે જવારલાલ નહેરૂઅે ગોધરા ખાતે વર્ષ 13/2/1949 ના રોજ સરદાર પટેલની હયાતીમાં પ્રતિમાનું અનાવરણ કરવામાં અાવ્યુ હતુ. જે દેશની પ્રથમ ઘટના બની હતી.

સરદાર પટેલની પ્રતિમાના અનાવરણ વખતે કોગ્રેસ જિલ્લા પ્રમુખ સ્વ.રતિલાલ દ્વારકાદાસ દેસાઇ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં પણ સરદાર પટેલની પ્રતિમાની નિચે લાગેલી તક્તીમાં અનાવરણ વિધી નામદાર પંડિત જવાહરલાલ નહેરૂના હસ્તે કરવામાં આવી હોવાનો ઉલ્લેખ છે. ગાંધી અને સરદારની પ્રથમ મુલાકાતનું સાક્ષી બનેલા ગોધરામા઼ આજે પણ સરદારની યાદો જીવંત છે. તેમને વકિલાતની શરુઆત પણ ગોધરાથી શરુ કરી હતી.

ગાંધી - સરદારના પ્રથમ મેળાપનું ગોધરા સાક્ષી બન્યંુ
સરદાર પટેલ વકીલાત ગોધરાથી કરી હતી. પટેલવાડાના મકાનમાં 1915થી 1917ની આસપાસ અંદાજિત રૂા. એકના ભાડાથી રહી વકીલાત કરતા હતા. સરદાર પટેલની યાદમાં જ આ વિસ્તારનું નામ પટેલવાડા પાડ્યું હતું. ગોધરા જ ભારતની આઝાદી અને અખંડ ભારતના સ્વપ્નને સેવનારા બે મહાપુરુષોના પ્રથમ મેળાપનું સાક્ષી છે. 1917માં ગાંધી અાશ્રમમાં ગાંધીજી અને સરદાર પટેલની પ્રથમ મુલાકાત થઇ હતી. આ મુલાકાત બાદ સરદાર પટેલ ગાંધીજી સાથે જોડાયા અને આગળ વધતા દેશ સેવા અને ટુકડાઓમાં વેરાયેલ ભારતને એક કરી સરદારનું બિરુદ પામવા સુધીની સફર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...