પેન્શન નહીં તો વોટ નહીં:ગોધરામાં સરકારી કર્મચારીઓએ મહારેલી યોજી સરકાર સામે સુત્રોચ્ચાર કર્યા, જલદ કાર્યક્રમ કરવાની ચીમકી ઉચ્ચારી

પંચમહાલ (ગોધરા)25 દિવસ પહેલા

પંચમહાલ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા આજરોજ સાયન્સ કોલેજ ખાતે એકઠા થઈ કર્મચારી એકતા જીંદાબાદના નારા સાથે અને અમારા ઘડપણનો જે સહારો છે તેને ન છીનવોના સૂત્રોચાર સાથે એક રેલી સ્વરૂપે 15 જેટલી માંગણીઓને લઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા મહારેલી
ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે ચર્ચા-વિચારણા કરીને તેમના પ્રશ્નોનો હકારાત્મક નિરાકરણ આવે તે માટે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. છતાં કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા તમામ કર્મચારીઓમાં અસંતોષ અને રોષની લાગણી જોવા મળી હતી. જેથી આજરોજ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યના અધિકારીઓ અને કર્મચારીના હિતોને ધ્યાનમાં રાખીને જૂની પેન્શન યોજના, ફિક્સ પગાર નાબૂદી, સાતમા પગાર પંચના ભથ્થા સહિતના 15 જેટલા અગત્યના મુદ્દાઓનું નિરાકરણ લાવવા અંગે હકારાત્મક પ્રતિસાદ મળ્યો ન હતો. જેથી આજરોજ પંચમહાલ મહીસાગર તથા દાહોદ જિલ્લાના સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા મહારેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

તમામ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરશે
આ આવેદનમાં જણાવ્યું હતું કે, 30-09-22 સુધી પડતર પ્રશ્નોનોનું હકારાત્મક નિરાકરણ નહીં આવે તો આવનાર દિવસોમાં જલદ કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં 17-9-22ના રોજ રાજ્યના તમામ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી કામકાજથી અળગા રહીશું અને 22-9-22ના રોજ તમામ કેટરના કર્મચારીઓ દ્વારા પેન ડાઉન તેમજ 30-9-22ના રોજ સમગ્ર રાજ્યના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી આવશે.

જૂની પેન્શન યોજના ત્વરિત લાગુ કરવા માગ
પંચમહાલ, મહિસાગર અને દાહોદ જિલ્લાના સંયુક્ત કર્મચારીના મોરચાના નેજા હેઠળ રેલી સ્વરૂપે દસ હજાર જેટલા કર્મચારીઓ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. આગામી સમયમાં અમારા જે પ્રાણપ્રશ્નો જૂની પેન્શન યોજના તેમજ 15 જેટલી વિવિધ પ્રશ્નો અંગે અને સરકાર કોઈ પણ સારા કાર્યોના સફળતાનો આધાર તેના કર્મચારીઓ ઉપર રહેલો છે અને કર્મચારીઓ તન મન અને ધનથી રવિવારની રજા જોયા વગર કાર્ય કરી રહ્યા છે. આ માટે તમામ કર્મચારીઓએ સરકારને રજૂઆત કરી હતી કે, અમારો ઘડપણનો જે સહારો છે તેને ન છીનવો અને અમારી જૂની પેન્શન યોજના છે તેને ત્વરિત લાગુ કરવામાં આવે અને 15 જેટલા પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ આવે તે માટે સરકાર રજૂઆત કરી હતી.

જલદ કાર્યક્રમ કરવાની ચીમકી ઉચ્ચારી
જેમાં અગત્યના પ્રશ્નોને લઈને સાતમાં પગાર પંચની વિસંગતતા 10, 20, 30નો ગ્રેડ સીસીસી માંગણીઓ સિવાયના 15 જેટલા પ્રશ્નો છે જેનું છેલ્લા એક વર્ષથી રજૂઆત કરવામાં આવી છે. અમારા મંડળો સરકારને અવાર નવાર રજૂઆત કરે છે છતાં સરકાર અમારું સાંભળતી નથી. અમારી રજૂઆતને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો 112 જેમાં મંડળના તમામ કર્મચારીઓ દ્વારા આવનાર સમયમાં જલદ કાર્યક્રમ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. સાથે આજ દિવાળી કાલ દિવાળી ભાજપ તારી છેલ્લી દિવાળીના પણ નારા કર્મચારીઓએ લગાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...