બેઠક:ગોધરા શહેરમાં કોંગ્રેસના ઇચ્છુક ઉમેદવારોના બાયોડેટાના કાર્યક્રમમાં જૂથબંધી બહાર આવી

ગોધરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મધ્ય ગુજરાતના પ્રભારીએ 5 વિધાનસભાની જીત માટે કાર્યકરો સાથે ચર્ચા કરી
  • કોંગ્રેસના બે કાર્યકરો બાખડતાં સર્કિટ હાઉસના કાઉન્ટરનો કાચ તૂટયો

ગોધરાના સર્કીટ હાઉસ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના મંત્રી અને મધ્ય ગુજરાત કોંગ્રેસના પ્રભારી ઉષાબેન નાયડુની અધ્યક્ષામાં કોગ્રેસના કાર્યકરો બેઠકો કેવી રીતે જીતવી તેની ચર્ચા કરી હતી. પ્રભારી ઉષાબેન પંચમહાલની 5 વિધાનસભાના આગેવાનો હોદ્દેદારો, કાર્યકર્તાઓ, અગ્રણીઓ, સામાજિક સેવાભાવી અગ્રણીઓ, અેનજીઅો, કોંગ્રેસ વિચારસરણી ધરાવતા શુભેચ્છકો, સેલ સંગઠન, ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશનના મિત્રો સાથે ચર્ચા વિચારણા સંવાદ કરી આગામી સામાન્ય ચૂંટણીલક્ષી ઉપયોગી માર્ગદર્શન અાપ્યું હતું.

વિધાનસભાની ચુંટણીને લઇને મધ્ય ગુજરાતના પ્રભારીને ગોધરા, મોરવા(હ), શહેરા, કાલોલ તથા હાલોલ વિધાનસભા દીઠ વારાફરતી અાગામી વિધાનસભાના ઇચ્છુક ઉમેદાવરોઅે બાયોડેટા અાપ્યા હતા. બાયોડેટા વિધાનસભા બેઠકના અાપવાને લઇને કોગ્રેસના પીઠ કાર્યકરો ઉમટયા હતા. સર્કીટ હાઉસ ખાતે ગોધરા વિધાનસભા બેઠકનો વારો અાવતાં લધુમતિ સમાજમાંથી અનસ અંધી તથા હાસિમ પટેલે, જયારે અોબીસી મતદારોનો દબદબો હોવાથી શહેરાના દુષ્યંતસિંહ ચાૈહાણ તથા તેમની પત્ની રશ્મીતાબેન ચાૈહાણે દાવેદારી નોધાવી હતી.

તેમજ દક્ષેશભાઇ પટેલ સહિત અનેક કોગ્રેસ કાર્યકરોઅે ગોધરા વિધાનસભા બેઠક પર ઉમેદવારીની દાવેદારી કરી હતી. સર્કીટ હાઉસના પરીસરમાં દાવેદારી નોધાવનાર યુથ કોગ્રેસના પ્રમુખ અને સામેના જુથના કાર્યકર વચ્ચે બોલાચાલી બાદ બાખડતાં સર્કીટ હાઉસના કાઉન્ટરનો કાચ તુટી ગયો હતો. જિલ્લાની તમામ બેઠક કરતા ગોધરા બેઠક પર ઇચ્છુક ઉમેદાવરોનો રાફડો ફાટી નીકળ્યો હતો. અામ અાગામી વિધાસનભાની ચુંટણી પહેલા સ્થાનીક કોગ્રેસની જુથબંધી જોવા મળતાં કેટલાક કોગ્રેસ કાર્યકરો નારાજ થયા હતાં.

અન્ય સમાચારો પણ છે...