પોલીસનો ચુસ્ત બંદોબસ્ત:ગોધરા શહેરમાં વિસર્જને અનુલક્ષીને વિવિધ પોઇન્ટ ઉપર પોલીસ તંત્રને ફાળવી દેવામાં આવ્યાં

પંચમહાલ (ગોધરા)એક મહિનો પહેલા

ગોધરા માં સોમવારે બાપા મોરયા ના ગગનભેદી નાદ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે રિદ્ધિ સિદ્ધિ ના સ્વામી ગણપતિ ની શોભયાત્રા સ્વરૂપે ભાવભરી વિદાય આપવામાં આવશે ત્યારે વિસર્જન ને લઈને નીકળનાર શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ગણેશ ભક્તો જોડાનાર છે.જેથી પોલીસતંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાને અનુલક્ષીને પોલીસ દ્વારા ઠેર ઠેર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા વિવિધ પોઈન્ટ ઉપર પોલીસ તંત્ર ને ફાળવી દેવામાં આવ્યા હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

આ વર્ષે ગોધરાની નાની મોટી તમામ શેરી ઓમાં સોસાયટીમાં તથા બજારોમાં ભક્તોએ દુંદાળા દેવ ની સ્થાપના કરવાની સાથે પાંચ દિવસ સુધી ભક્તિભાવ ભર્યા વાતવરણમાં પૂજા અર્ચના કરવામાં આવી રહી છે ત્યારે બાપાના દર્શનાર્થે મોડીરાત સુધી ભક્તો ઉમટી પડતા હોય છે પાંચ પાંચ દિવસનું આતિથ્ય માણ્યા બાદ ગજાનંદ ની નાના મોટા સ્વરૂપની મૂર્તિ ઓનું સોમવારે વિસર્જન કરવામાં આવનાર છે જેને લઈને પોલીસતંત્ર તથા નગર પાલિકા તંત્ર દ્વારા વિવિધ તૈયારી ઓને ઓપ આપવામાં ખડે પગે વ્યસ્ત બન્યું છે.વિશ્વકર્મા ચોક ખાતે જિલ્લા કલેકટરના હસ્તે લીલી ઝંડી અપાયા બાદ શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવે છે ત્યારબાદ ક્રમબદ્ધ રીતે શહેરના ગણેશ મંડળો તથા ભક્તો ડી.જે ના સથવારે ગણપતિ બાપા મોરયા ના નાદ સાથે શોભયાત્રામાં જોડાય છે.

શોભયાત્રામાં જોડાનાર હજારો યુવાનો તથા શહેરીજનો ભક્તિમય વાતાવરણમાં ગણપતિ બાપા મોરયા ના ગગનભેદી નારા સાથે દાદાને અશ્રુભીની આંખે રામસાગર તળાવ ખાતે વિદાય આપનાર છે ત્યારે કાયદો અને વ્યવસ્થાને અનુલક્ષીને પોલીસતંત્ર દ્વારા ઠેર ઠેર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે શોભયાત્રા ના રૂટ પર સંવેદનશીલ વિસ્તારોમાં બેરિકેટિંગની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર શોભયાત્રા દરમ્યાન પોલીસની ચાંપતી નજર રહેનાર છે ભક્તિમય માહોલ વચ્ચે સોમવાર ના દિવસે રામસાગર તળાવ ખાતે શ્રીજીનું વિસર્જન થનાર છે ત્યારે હજરો ગણેશ ભક્તોની આંખોમાં આસું અને મુખ પર ગણપતિ બાપાના નાદ સાથે ભાવવિભોર વિદાય અર્પણ કરી આવતા વર્ષે જલ્દી પધારો સાથે પ્રાર્થના કરી વિદાય ગણેશ ભક્તો દ્વારા આપનાર છે

અન્ય સમાચારો પણ છે...