સમગ્ર ગુજરાતમાં નારી વંદન ઉત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લા સેવા સદન ગોધરા ખાતે બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી. જેમા જિલ્લાની રમતગમત ક્ષેત્રની અગ્રેસર મહિલા રમતવીરો તથા વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓએ જિલ્લા કલેકટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ રાઠોડ અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાથે કોફી લઈને વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરી હતી.
રમતવીર બહેનોએ રમતગમત ક્ષેત્રે પોતે મેળવેલી સિદ્ધિઓ અંગે સૌને માહીતગાર કર્યા હતા. જેમા આર્ચરી, એથલેટિક્સ, જુડો અને સ્કેટિંગ રમત સાથે જોડાયેલી રમતવીર બહેનોએ ઉપસ્થિત અધિકારીગણ સાથે ચર્ચા વિચારણા કરી હતી. કલેકટરે તમામ બહેનોના પ્રશ્નોને સાંભળ્યા હતા અને માહિતી પૂરી પાડી હતી. આ સાથે રમતવીર બહેનોને ટ્રેનિંગ આપવા તમામ પ્રકારની વ્યવસ્થા કરી આપવા સૂચનો કર્યા હતા. તમામ પ્રકારની મદદ કરવા જણાવ્યું હતું.
સાથે જિલ્લાની વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને આ યોજનાના મંજૂરી હુકમો વિતરણ કરાયા હતા. ડીવાયએસપી હિમાલા જોશીએ ઉપસ્થિત બહેનોને પોતાની કારકિર્દી માટે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે મહિલા બાળ વિકાસ અધિકારી રોહનભાઈ ચૌધરી, દહેજ પ્રબંધક અધિકારી કિરણબેન, જિલ્લા રમગમત અધિકારી સહિત મહિલા રમતવીરો, કોચ અને લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.