• Gujarati News
  • Local
  • Gujarat
  • Panchmahal
  • In Godhra, A Young Man Fell Into A Well In A Drunken State; Locals Took The Young Man Out After A Lot Of Effort And Shifted Him For Treatment

મરતા મરતા જીવ બચ્યો!!:ગોધરામાં યુવક નશાની હાલતમાં કુવામાં પડ્યો; સ્થાનિકોએ ભારે જહેમત બાદ યુવકને બહાર કાઢ્યા બાદ સારવાર અર્થે ખસેડ્યો

પંચમહાલ (ગોધરા)12 દિવસ પહેલા

ગોધરાના ખાડી ફળિયામાં રહેતા એક યુવાને નશાની હાલતમાં અચાનક કુવામાં ઝંપલાવ્યું હતું. જેને કારણે આજુબાજુમાં રહેતા લોકોએ દોડી આવી કુવામાં પડેલા યુવાનને બચાવવાની કોશિશ કરી હતી. ભારે જહેમત બાદ ખાડી ફળિયાના સ્થાનિક લોકોએ દોરડાની મદદથી યુવાનને સહી સલામત કૂવામાંથી બહાર કાઢતા યુવાનનો આબાદ બચાવ થયો હતો. પરંતુ ઠંડીમાં ઠરી ગયેલા યુવાનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ સંદર્ભે ગોધરાના ખાડી ફળિયા વિસ્તારમાં રહેતા મનોજ રમેશ રાવલ નશાની હાલતમાં મસ્ત હતો. એ દરમિયાન અચાનક કૂવામાં પડી જતા આજુબાજુના લોકોના ટોળાઓ ઉમટી પડયા હતા અને મનોજને બચાવવાની કોશિશ કરી હતી. ભારે જહેમત બાદ ખાડી ફળિયાના યુવાનોની મદદથી મનોજને કૂવામાંથી સહી સલામત બહાર કાઢ્યો હતો. પરંતુ કુવામાં પડેલા મનોજ ઠંડા પાણીથી ઠરી ગયો હતો જેને કારણે આખું શરીર ધ્રુજવા લાગ્યું હતું.

ખાડી ફળિયાના સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કરી ઘટનાસ્થળે બોલાવી હતી. ત્યારબાદ નર્સ દ્વારા જરૂરી ટ્રીટમેન્ટ કર્યા બાદ યુવકને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવના પગલે ખાડી ફળિયા વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકો માગ કરી રહ્યા છે કે, આ કૂવો ખુલ્લી હાલતમાં છે અને તેની નજીકમાં સ્કૂલ આવેલી છે જેથી નાના બાળકો આ કુવા પાસે જાય છે અને કોઈ અઘટિત ઘટના ન બને તે માટે કુવા ઉપર લોખંડની જાળી નાખવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...