રેલવે કામગીરીનું નિરીક્ષણ:ગોધરામાં પશ્વિમ રેલવેના જનરલ મેનેજર, ડીઆરએમ સહિતની ટીમે રેલવે સ્ટેશનની વિવિધ વિભાગીય શાખાઓનું નિરીક્ષણ કર્યુ

પંચમહાલ (ગોધરા)એક મહિનો પહેલા

આજરોજ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર સહિત ડીઆરએમ તથા રેલવે તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આણંદ થી ગોધરા રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ગોધરા શહેરના રેલવે સ્ટેશન ખાતે રેલવેના જનરલ મેનેજર અમિત મિશ્રા ગોધરાની મુલાકાતે લીધી હતી. જેમાં વર્ષ દરમિયાન કરવામાં આવતું ઇન્સ્પેકશનમાં વિવિધ જગ્યાએ મુલાકાત બાદ રેલવે સ્ટેશન, રનીંગ રૂમ, રેલવે કોલોની, સેફ્ટીની બાબત અને ટ્રેકનું નિરીક્ષણ કર્યું હતું.

ત્યારબાદ ગોધરા શહેરમાંથી આવેલા ધારાસભ્ય, સાંસદ સભ્ય સહિત ગોધરાના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં ગોધરા શહેરના પડતર પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં ગોધરા શહેરની સૌથી મોટી સમસ્યા ગોધરા શહેરા ભાગોળ ફાટક એલસી ગેટ 4 નું અંડર ગ્રાઉન્ડ બ્રીજની ટેન્કર પ્રક્રિયા હાથ ધરવામાં આવી ગઈ છે અને ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ગોધરાના સિગ્નલ ફળીયા ગળનાળામાં જે પાણી ભરાઇ રહે તે બાબતે રજૂઆત કરવામાં આવી હતી. અને જેમ જેમ પેસેન્જરની સંખ્યા વધશે તેમ તેમ રેલ્વે સ્ટેશન ઉપર સુવિધાઓ આપવામાં આવશે.

પંચમહાલ જિલ્લાના સાંસદ સભ્ય રતનસિંહ રાઠોડ દ્વારા ગોધરા રેલ્વે સ્ટેશન પર કોરોના કાળ દરમિયાન જે ટ્રેનો બંધ કરવામાં આવી છે તેને ફરીથી ચાલુ કરવા તેમજ આવી રહેલ ટ્રેનોના સ્ટોપેજ બાબતે અને રેલ્વેમાં મુસાફરી કરતા મુસાફરોને રેલ્વે તરફથી સારી સુવિધા મળે તે બાબતે જનરલ મેનેજર સાથે રજૂઆત કરી હતી. આ ઉપરાંત ગોધરા શહેરના સિગ્નલ ફળીયા ગરનાળાની ટેન્ડર પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે અને ઉતરાયણ બાદ તેની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું સાંસદ રતનસિંહ રાઠોડે જણાવ્યું હતું.

ગરનાળામાં ડ્રેનેજની સમસ્યા દૂર કરવા લેખિત રજૂઆત કરાઈ
પંચમહાલ જિલ્લાના ગોધરા રેલવે સ્ટેશનની બાજુમાં આવેલા સિગ્નલ ફળિયા ગરનાળું કે જે ભારત દેશની આઝાદી પહેલા બ્રિટિશ શાસક વખતનો રાજ્ય ધોરીમાર્ગ હતો. ત્યારથી આ ગરનાળાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં જિલ્લા અને તાલુકાના અસંખ્ય ગ્રામ્ય વિસ્તારના 80 % લોકો ધંધો રોજગાર માટે અવર જવર કરતા હોય છે. આ રસ્તા પરથી યાત્રાધામ ડાકોર અને પાવાગઢના યાત્રાળુ પણ પસાર થતા હોય છે. પરંતુ આ 102/A રેલ્વે સ્ટેશનનું ગટરનું ગંદુ પાણી આવવાના કારણે ઘણા વર્ષોથી પાણી ભરાઈ રહે છે. તેમજ ગરનાળુ ઘણું જ બિસ્માર હાલતમાં હોવાથી રાહદારીઓને અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવી પડે છે. હાલ સ્થાનિક નગરપાલિકા તંત્ર દ્વારા ગરનાળાની બંને બાજુ રસ્તાનું બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જેથી ગોધરાના સામાજિક કાર્યકર રમજાની જુજારા દ્વારા ગોધરા ખાતે મુલાકાતે આવેલા જનરલ મેનેજર અને ડીઆરએમને આ ગરનાળાની ડ્રેનેજના ગંદા પાણીનો કાયમી નિકાલ અને આરસીસી રસ્તો બનાવવામાં આવે તેમજ ઓવર બ્રિજ બનાવવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...