ગોધરા તાલુકાના છારીયા ગામ પાસે બેફામ હંકારી લાવેલ બાઈકચાલકે અન્ય બાઇકચાલકને અડફેટે લેતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ. જ્યારે બંને બાઈક ઉપર સવાર ત્રણ ચાલકોને સામાન્ય ઉજાઓ પહોંચી હતી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે મોત
પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરા તાલુકાના અછાલા ડુંગર ફળિયામાં રહેતા કિરણ પટેલે પોતાની પોલીસ ફરિયાદમાં જણાવેલ કે, ગઈકાલે રાયસીંગ પટેલ પોતાની હિરો એચ એફ ડીલક્ષ મોટર સાયકલ નં જીજે 17 બી એસ 4826 ઉપર નટુભાઇ પટેલને બેસાડી લઈ જતા હતા. ત્યારે બેફામ હંકારી લઈ આવતા હીરો એચ એફ ડીલક્ષ મોટર સાયકલ જીજે 17બીએસ 5677 પર સવાર રમેશ નાયકએ પોતાની બાઈક રાયસીંગ પટેલ સાથે અથડાવતા તેઓના માથાના ભાગે ગંભીર ઇજા થતા તેઓનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે બંને બાઈક ઉપર સવાર રમેશ નાયક, નટુભાઈ પટેલ અને મહેશ નાયકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.