ફરિયાદ:ગોધરામાં પતિએ પત્નીના માથાના વાળ કાપી નાખતાં ફરિયાદ નોંધાઇ

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રેમલગ્ન બાદ પત્નીને મારઝૂડ કરીને ઘરમાંથી કાઢી મૂકી હતી

ગોધરામાં ઇકરામ ફીરદોસ કોઠીઅે 7 વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા. ઇકરામ ફીરદોસ કોઠી દ્વારા તેની પત્નીને 4 વર્ષથી મારઝુડ કરીને ઘરમાંથી કાઢી મુકી હતી. રવિવારે પરીણીતા ઘરે હતી ત્યારે પતિ ઘરે અાવી ગુના વગર મારઝુડ કરી હતી. બાદ ઇકરામે પત્નિને નીચે બેસાડીને બળજબરીપૂર્વક પત્નીના વાળ કાતરથી કાપવાનું શરૂ કર્યુ અને બુમાબુમ કરીશ તો કાતર પેટમાં ધુસાડી દઇશ.

કહીને માથાના તમામ વાળ કાપી નાખ્યા હતા. અાજે તો વાળ કાપી નાખ્યા છે. હવે જો ઘરમાં અાવીશ. તો જાનથી મારવાની ધમકી અાપી પત્નીને ઘરમાંથી કાઢી મુકી હતી. પરીણીતાના વાળ કાપીને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડીને મારી નાખવાની ધમકી અાપી હોવાની ફરીયાદ ગોધરાના બી ડિવિઝન પોલીસ મથકે નોધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...