કાલોલના બેઢીયા ગામે રોડ વચ્ચે જતાં વરઘોડામાં નાચતા બાઇક લઇને આવેલા ઇસમે હોર્ન વગાડતા વરઘોડામાં નાચતા ચાર ઇસમોએ મારમારીને પેટમાં તલવાર મારીને ગંભીર ઇજાઓ કરી દેતા વેજલપુર પોલીસ મથકે ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવા પામી હતી. કાલોલ તાલુકાના બેઢીયા ગામના ટેકરા ફળિયા પાસે લગ્નનો વરઘોડો પસાર થતો હતો. તે દરમિયાન જયદિપ દલપતસિંહ ચૌહાણ બાઇક લઇને બેસન લેવા નીકળ્યો હતો. રસ્તા વચ્ચે વરોઘોડોને લઇને તેને બાઇકનું હોર્ન વગાડ્યું હતુ.
જેથી વરઘોડામાં નાચતાં સતીષભાઇ લષ્મણભાઇ ચૌહાણે તું કેમ હોર્ન વગાડું છું કહીને સતીષભાઇના હાથમાંની તલવાર જયદિપસિંહના પેટના ભાગે મારીને ઇજાઓ કરી હતી. તેમજ વિપુલ ગણપતસીંહ ચૌહાણ, હીતેશ રમણભાઇ ચૌહાણ તથા રંગીતભાઇ કોહ્યાભાઇ ચૌહાણે જયદિપને ગડદાપાટુનો મારમાર્યો હતો. ઇજાગ્રસ્ત જયદિપસિંહને 108 મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થેદાખલ કર્યો હતો. આ અંગેની વેજલપુર પોલીસ મથકે ચાર સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.