મતદાનની જાગૃતતા:2017માં શહેરા તથા મોરવા બેઠક પર મહિલાઓએ વધુ મતદાન કર્યું

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંચમહાલની 5 બેઠકો પર શહેર કરતાં ગ્રામીણ વિસ્તારોની મહિલાઓમાં મતદાનની જાગૃતતા વધુ

ભારતીય ચુંટણી પંચ દ્વારા મહિલાઓ અને પુરુષ, બન્નેને એકસાથે મતાધિકાર મળ્યો હતો. પરંતુ ચૂંટણીમાં મહિલાઓમાં મતદાનની ટકાવારી પુરુષોની સરખામણીએ ઓછી જ રહેતી હતી. પરંતુ જેમ જેમ મહિલાઅોમાં મતદાન વિશેની જાગૃતિ અાવતી ગઇ તેમ મહિલા મતદાનની ટકાવારીમાં ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કેટલીક બેઠકો અેવી છે કે જ્યાં મહિલાઓએ પુરુષો કરતાં વધારે મતદાન કરતા તેઅોના માત નિર્ણાયક બન્યા છે. ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે.

દરેક પક્ષ દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં મહિલાઓ નિર્ણાયક વોટર છે અને આ વાત દરેક રાજકીય પક્ષ જાણે છે. અને તેથી મહિલાઓના મત દરેક રાજકીય પાર્ટીને જોઈતા હોય છે. જેને લઇને તમામ પાર્ટી દ્વારા મહિલાઅોના મત વધુ પડે તેવી રણનિતિ અપનાવતા હોય છે. પંચમહાલ જિલ્લાની વાત કરીઅે તો પંચમહાલમાં વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પુરૂષ મતદારો 602964, મહિલા મતદારો 544851 તથા થર્ડ જેન્ડર 4 મળી કુલ 1167819 મતદારો નોંધાયા હતા.

જેમાથી 425176 પુરૂષોઅે, 393773 મહિલાઅો તથા 1 થર્ડ જેન્ડરે મતદાન કરતા કુલ 818950 મતદારોઅે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ટકાવારી પ્રમાણે જોવા જઇઅે તો 70.51 પુરૂષો તથા 69.71 ટકા મહિલાઅોઅે મતદાન કર્યુ હતુ. જેમા પુરૂષ મતદારો કરતા મહિલાઅોનું 0.8 ટકા અોછુ મતદાન નોંધાયુ હતુ.

વર્ષ 2017માં પંચમહાલની 5 વિધાનસભામાં મોરવા(હ) તથા શહેરા બેઠક પર પુરૂષ કરતા મહિલા મતદારોઅે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમા શહેરા તથા મોરવા બેઠક પર મહિલા મતદારોઅે પુરૂષ મતદારો કરતા વધુ મતદાન કર્યુ હતુ. અામ શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારની મહિલાઅોમાં મતદાનની જાગૃતા વધુ જોવા મળી હતી. જેને લઇને તેઅોના મત નિર્ણાયક ગણાય તેમા બે મત નથી. આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ ઉમેદવારોએ મહિલાઓ પણ નિર્ણાયક ભુમિકા ભજવશે તેમ જણાય છે.

2017માં નોંધાયલ પુરુષ તથા મહિલા મતદારો તથા નોંધાયેલ મતદાન ટકાવારી સાથે

બેઠકપુરૂષમહિલાકુલપુરૂષમહિલાટકાવારીટકાવારી
શહેરા120577112535233113855438125770.9472.21
મોરવા10170597928199633607596344659.7464.79
ગોધરા129197 123134252334919908432371.268.48
હાલોલ121167112413233580885407942773.0770.66
કાલોલ130318118841249159983448532075.4671.79
અન્ય સમાચારો પણ છે...