ભરતીમેળો:હાલોલના રોજગાર મેળામાં 25 દિવ્યાંગ પૈકી 12 ઉમેદવારોની તત્કાળ પસંદગી

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો યોજાયો. - Divya Bhaskar
જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો યોજાયો.
  • 40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે ખાસ ભરતીમેળો યોજાયો

પંચમહાલ જિલ્લા રોજગાર કચેરી દ્વારા શુક્રવારે હાલોલની ઈન્ટીગ્રા એન્જીનીયરીંગ ઈન્ડીયા લી. ખાતે માત્ર 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા સ્ત્રી પુરુષ ઉમેદવારો માટે અનુબંધમ પોર્ટલ www.anubandham.gujar at.gov.in પર અને નેશનલ કેરિયર સેન્ટર www.ncs.gov.in પર ઓફલાઈન ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો યોજાયો હતો.

જેમાં ઈન્ટીગ્રા એન્જીનીયરીંગ ઈન્ડીયા લી, શૈલી એન્જીનીયરીંગ, વિન્ડર રીન્યુઅલ એનર્જી તમામ કંપની હાલોલ તેમજ કાલોલની આઈનોક્ષ ઈન્ડી પ્રા લી. દ્વારા 20 ટેકનીકલ /નોન ટેકનીકલ જેવી કે કમ્પ્યુટર ઓપરેટર, પેકજીંગ, હેલ્પર, લાઈન ઓપરેટર, હાઉસ કિપીંગ,ગાર્ડનીંગની જગ્યાઓ માટે ભરતી પ્રક્રીયા હાથ ધરાઇ. જેમાં 25 દિવ્યાંગ ઉમેદવારો હાજર રહ્યા હતા. ભરતી મેળામાં 12 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઇ છે.

પસદગી પામેલ ઉમેદવારોને નોકરીદાતા દ્વારા તેમના એકમમાં લાયકાત મુજબ ક્ષમતા પ્રમાણેની જગ્યા પર મેડીકલ અને ડોક્યુંમેન્ટ વેરીફીકેશન કરીને રોજગારીની તકો અપાશે. અનુબંધમ અને એન.સી.એસ.પોર્ટલ પર રોજગારીની તકો અંગે એ.એલ.ચૌહાણ રોજગાર અધિકારી અને કેરિયર કાઉન્સેલર પ્રશાંત રાણા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...