ગોધરા રેલ્વે સ્ટેશન પર રોજ અનેક ટ્રેનનું સ્ટ્રોપેજ થાય છે. ટ્રેનના મુસાફરોને પીવાના પાણીની વ્યવસ્થા રેલ્વે સ્ટેશન પર કરવામાં આવી છે. હાલ આકારા ઉનાળામાં 5 મિનિટના સ્ટોપેજમાં મુસાફરો દોડીને પાણીની પરબ પરથી પાણી ભરીને જાય છે. બીજી બાજુ ગોધરા રેલ્વે સ્ટેશન પર ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા પેદલ પુલ નિર્માણ કરવાનું બાંઘકામ ચાલી રહ્યું છે.
ખાનગી કોન્ટ્રાક્ટરે બાંધકામના ઉપયોગ માટે પાણીની સગવડ કરવાની હોય છે. પણ ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા પ્લેટફોર્મ પર મુકેલ મુસાફરોના પીવાના પાણીની પરબમાંથી બાંધકામ માટે પાણીની ચોરી કરીને ઉપયોગ કરી રહ્યો છે. રેલ્વે સ્ટેશન પર ઉનાળામાં મુસાફરોનું પીવાનું મફત ચોખ્ખું હજારો લિટર પાણી ખાનગી કોન્ટ્રાકટર દ્વારા ચોરી કરવામાં આવી રહી છે. નિયમ અનુસાર બાંધકામના વપરાશ માટે પાણીની વ્યવસ્થા કોન્ટ્રાક્ટરે કરવાની હોય છે. છતાં પ્લેટફોર્મ પર મુકવામાં આવેલ પરબના નળમાંથી હજારો લિટર પાણીની ચોરી કરવામાં આવી રહી છે.
એકબાજુ રેલ્વે સ્ટેશન ખાતે ખાણી પીણીનાં સ્ટોલ ધારકોને મીટર મૂકવાની ફરજ પાડી પાણી વપરાશ માટેનાં રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે . બીજી તરફ રેલવે વિભાગના જ અધિકારીઓનાં નાક નીચે ખાનગી કોન્ટ્રાક્ટર રોજિંદા હજારો લિટર પાણીની ચોરી કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.