આવેદન:ગોધરા પાલિકા કર્મીઓની માગણીઓ નહીં સંતોષાય તો મંગળવારથી પાણી પુરવઠા સહિતની સેવાઓ ખોરવાશે

ગોધરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્મીઓ શનિવારે પાલિકા કચેરીએ સૂત્રોચ્ચાર કરી વહીવટી કામગીરી બંધ કરી હડતાળ પર ઉતર્યા

રાજ્યની પાલિકાઓના કર્મચારીઓના વણઉકેલ્યા પડતર પ્રશ્નો જેમા રાજ્ય સરકારના કર્મચારી ગણવા, કર્મચારીઓના પગારમા સહિત વહીવટી સુધારણાઓ બાબતે વર્ષ 2015થી સતત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતા કોઈ નિરાકરણ ન આવતા તા.15 ઓક્ટોથી ગોધરા પાલિકાના કર્મચારીઓ દ્વારા પ્રશ્નોનો ઉકેલની માગ સાથે એકઠા થયા હતા. ચીફ ઓફિસરને આવેદન આપી જણાવ્યું હતું કે તાજેતરમાં કમિશનર દ્વારા બોલાવવામાં બેઠકમાં વિવિધ માગણીઓનો ઉકેલ લાવવા માટે ખાતરી આપી હતી.

ત્યારબાદ બે માસ પુરા થવા છતાં આજ દિન સુધી અમારા વણઉકલ્યા પડતર પ્રશ્નો/વહીવટી સુધારણાઓ બાબતે કોઇ જ સકારાત્મક નિર્ણય લેવાની વાત તો દૂર રહી પરંતુ અમારા વણઉકલ્યા પડતર પ્રશ્નો અને વહીવટી સુધારણાઓ બાબતે કોઇ જ પ્રત્યુતર પાઠવવાની આજ દિન સુધી તસ્દી સુદ્ધા વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવી નથી, ત્યારે શનિવારે કચેરીમાં તમામ કામકાજ બંધ રાખીને પેનડાઉન રાખીને વિરોધ કરીશું અને જો અમારી માગણીઓ નહીં સ્વીકારાય તો મહામંડળ દ્વારા આપવામાં આવેલા કાર્યક્રમ મુજબ આગામી દિવસોમાં શહેરમાં પાણી પુરવઠો, શહેરમાં સ્ટ્રીટ લાઈટ તેમજ સાફસફાઈ કામગીરી સહિતની વિવિધ કામગીરી સ્થગિત રાખવામાં આવશે તેવુ જણાવવામાં આવ્યું હતું.

મંડળના આદેશનું પાલન કરવામાં આવશે
અખિલ ગુજરાત પાલિકા કર્મચારી મહામંડળ અને પાલિકા કર્મચારી મહામંડળના આદેશ અનુસાર ગોધરા પાલિકાના કર્મચારીઓ તા. 15 ઓક્ટો.થી હડતાળ પર છે. તથા મંડળ દ્વારા જે આદેશ આપવામાં આવશે તેનું પાલન કરવામાં આવશે. - ભદ્રેશકુમાર પંડ્યા, પ્રમુખ, નગર ગોધરા કર્મચારી મંડળ

આગામી દિવસોમાં થનારા કાર્યક્રમો
તા.15/17 - કચેરીમાં તમામ વહીવટી કામગીરીથી બંધ પેનડાઉન; તા. 18 - પાણી પુરવઠાનો સપ્લાય બંધ; તા. 19 - શહેરમાં સ્ટ્રીટ લાઈટનો પુરવઠો બંધ કરાશે; તા.20 - શહેરમાં સફાઈને આનુસંગિક કામગીરી બંધ રખાશે; તા. 21 - આવશ્યક સેવાઓને લગતી તમામ કામગીરી બંધ કરાશે

અન્ય સમાચારો પણ છે...