તાજેતરમાં વડા પ્રધાન મોદી દ્વારા ચૂંટાયેલી મહિલાઓને પંચાયતનો વહીવટી પતિને નહિ, પણ જાતે જ કરવાની શિખામણ આપી હતી. ત્યારે વડા પ્રધાનનાં સૂચનો અનાદર કરતો કિસ્સો કાલોલ તાલુકાના ડેરોલ ગામે જોવા મળ્યો હતો. કાલોલના ડેરોલ ગામે યોજાયેલ ચુંટણીમાં કલ્પનાબેન રાજેન્દ્રભાઇ પટેલ સરપંપ તરીકે ચુંટાયા હોવા છતાં તેમનો પતિ પંચાયત ચલાવીને કામોમાં ગેરરીતિ સરપંચ પતિએ કરી હોવાનો આક્ષેપ કરતી રજૂઆત ગ્રામજનોએ કાલોલ તાલુકા વિકાસ અધિકારીને કરી હતી.
ઓડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
ડેરોલ ગામે મોટર બળી જવાથી તેમજ વીજપુરવઠો ન આવતાં ગામમાં પાણીની સમસ્યા ઉભી થઇ હતી. જેથી ડેરોલ ગામના એક વ્યક્તિએ સરપંચ પતિ રાજેન્દ્રભાઇ પટેલ ફોન કરીને નવી નગરીમાં એક પાણીનું ટેન્કર મોકલી આપવાની માંગણી કરી તો સરપંચપતિએ તું એકલો રહુ છું તો હું તને બે બોટલ પાણી ભરેલા મોકલી આપી છું. તેનાથી આખો દિવસ કાઢી નાખજે તેમ કહ્યું હતું તેમજ ગ્રામજને ભેંસ શું કરશે ? તેમ કહેતા સરપંચ પતિએ ભેંસો વેચી દે તેના પૈસાથી બોર કરી દઇએ તેમ કહેતો ઓડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
ગામનો વહીવટી સરપંચનો પતિ કરતો હોવાથી ગ્રામજનોમાં રોષ
વધુમાં વાઇરલ ઓડિયોમાં એક ટેન્કર જોઇતું હોય તો એક હજાર રૂપિયા આપી દો, કાલોલવાળાનું ટેન્કર મોકલી આપીશ એવો ઓડિયો વાઇરલ થયો હતો. જયારે ગામનો વહીવટી સરપંચનો પતિ કરતો હોવાની ગ્રામજનોએ લેખીતમાં રજુઆત તાલુકા વિકાસ અધિકારીને કરી હોવા છતાં કાલોલ ટીડીઓ કોઇ કાર્યવાહી નહી કરીને વડા પ્રધાનની શિખામણનો અનાદર કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
ચૂંટણી હારી ગયેલા ખોટી રજૂઆતો કરે છે
ડેરોલ ગામમા મારી ધરવાળી સરપંચ છે. ચૂંટણી હારી ગયેલા ખોટી રજુઆતો કરે છે. ઓડિયોમાં જે ટેન્કરની માગણી કરે તે વારવાર ફોન કરીને હેરાન કરતાં ખાલી જ પાણીના બોટલ વિશે કહ્યું હતું. ગામના પેટા ફળિયામાં મોટર બળી જવાથી અને વિજ પ્રવાહ પુરતો ન આવતાં પાણીનો સપ્લાય ચાર પાંચ દિવસ સુધી થઇ શકયો ન હતો. - રાજેન્દ્રભાઇ પટેલ,મહિલા સરપંચતો પતિ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.