વિધર્મીની દાદાગીરી:ગોધરામાં મુસ્લિમ યુવકની હિન્દુ યુવતીને ધમકી - મારી સાથે સંબંધ બાંધ નહીં તો એસિડ ફેંકીશ

ગોધરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગોધરાની ખાનગી શાળામાં બંને સાથે જ ફરજ બજાવતાં હતાં
  • ફોટા વાયરલ કરવાની ધમકી આપી અલગ અલગ સ્થળે દુષ્કર્મ આચર્યુ

ગોધરા તાલુકાની એક ખાનગી શાળામાં ખેડા જિલ્લાના ઠાસરા ગામનો સોહેર અખ્તર ઇમ્તીયાઝ મીયાં શિક્ષક તરીકે અને ગોધરાની હિન્દુ યુવતી શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં હતા. સ્કુલમાં ફંકશન દરમ્યાન સોહેબે શિક્ષિકાના ફોટા વીડિયો ઉતારીને તેને એડિટીંગ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઇશ અને તારા ખાનદારને મારી નાખીશ તેવી ધમકી આપતો હતો.

અનેકવાર દુષ્કર્મ આચર્યું
આ ઉપરાંત હિન્દુ શિક્ષિકાની મરજી વિરુદ્ધ ડાકોરની હોટલ સહિત અલગ અલગ જગ્યાએ લઇ જઇને અનેકવાર શિક્ષિકાની મરજી વિરુદ્ધ મુસ્લિમ શિક્ષકે દુષ્કર્મ આચર્યું હતું. સોહેબે શારિરીક સંબંધ રાખવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ અને શિક્ષિકાને જો તુ મારી સાથે સંબંધ નહિ રાખે તો તને અને તારા છોકરાને ઉઠાવી જઇશ તેવી ધમકીઓ આપતો હતો. તારે મારી સાથે આવવું પડશે નહિ તો તારા મોઢાં પર એસિડ નાખી દઇશ તેવી ધમકી આપતો હતો.

પોલીસે આરોપીની ધરપકડ કરી
આખરે કંટાળીને શિક્ષિકાએ મુસ્લિમ યુવક સામે પોલીસ ફરિયાદ નોધાવી હતી. પકડાયેલ મુસ્લીમ યુવકને પોલીસે રીમાન્ડ મેળવવા કોર્ટમાં રજુ કરતાં કોર્ટે એક દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...