પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને શહેરમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. ગોધરા શહેરના બજારોમાં અવનવી પતંગોનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે ગોધરા શહેર સહિત જિલ્લાઓમાં ડબલ એન્જિનની સરકાર વાળી પતંગોની માગ વધવા લાગી છે. જેમાં ચીલ ખંભાતી કાર્ટૂન પ્રિન્ટ વગેરે જેવી પતંગો માર્કેટમાં જોવા મળી રહી છે.
ગોધરા શહેરમાં અવનવી ડિઝાઈનવાળી પતંગોમાં મોદી ઓર યોગી હે તો હમારા હિન્દુસ્તાન સુરક્ષિત હે, ડબલ એન્જિન સરકાર, દુનિયા કી સબસે બડી રાજનૈતિક પાર્ટી વગેરે જેવી પતંગોએ માર્કેટમાં આકર્ષણ જમાવ્યું હતું. આ ઉપરાંત 100 રૂપિયાથી માંડીને 500 રૂપિયા સુધીના તૈયાર ફિરકાઓ મળી રહ્યાં છે. હાલ પતંગ રસીયાઓ મોટાભાગે દોરા સુતાવાનું વધુ પસંદ કરી રહ્યાં છે. પતંગના વેપારીઓ દોરો સુતાવા માટે પણ સ્ટોલો ખોલી દીધા છે. સાથે પતંગ દોરા ફીરકી સહિતનું વેચાણ થઈ રહ્યું છે.
ઉત્તરાયણ પર્વને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં આવેલા વિવિધ બજારોમાં પતંગોની માર્કેટ ખુલી ગઈ છે. સાથે સાથે દોરા અને ફીરકીઓનું વેચાણ પણ પૂરજોશમાં થઈ રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અવનવી પતંગની વેરાયટી આવતી હોય છે.
જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્રની સરકાર અને ગુજરાતની સરકારની ડબલ એન્જિન વાળી સરકારની પતંગ હાલ બજારમાં જોવા મળી રહી છે. પંચમહાલ જિલ્લાના ગોધરા, શહેરા, હાલોલ, કાલોલ, મોરવાહડફ સહિતના તાલુકામાં આવેલા વિવિધ બજારોમાં પતંગોની નાની મોટી હાટડીઓ ખુલી જવા પામી છે.
ઉત્તરાયણ પર્વને લઇને જિલ્લાવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. જેમાં ડબલ એન્જિન વાળી સરકારની પતંગ રસિયાઓમાં ભારે આકર્ષણ જમાવી રહી છે. અહીંના ગ્રામીણ વિસ્તારોમાં ગુજરાતી ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોર અને અભિનેત્રી મમતા સોનીના ફોટા વાળી પતંગો પણ ખરીદી કરાઈ રહી છે.
પતંગો ખંભાતી ભરૂચી ચીલ પતંગો જોવા મળી રહી છે. એક રૂપિયાથી માંડીને દસ રૂપિયા સુધીનો ભાવ પતંગોમાં જોવા મળ્યો હતો. જ્યારે ફિરકાનો 30થી માંડીને 500 રૂપિયા સુધીનો ભાવ જોવા મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.