ફાયર બ્રિગેડની વર્ષ દરમિયાન કામગીરી:ગોધરા ફાયર બ્રિગેડ દ્વારા વર્ષ 2022 દરમિયાન કેવી કામગીરી કરાઈ; જાણો વર્ષની બચાવ કામગીરીના આંકડા

પંચમહાલ (ગોધરા)20 દિવસ પહેલા

ગોધરા ફાયર બ્રિગેડ દ્વારા વર્ષ 2022 દરમિયાન આગ અને અકસ્માત સહિત બંદોબસ્તના કોલ એટેન્ડ કરી તેમજ આગ જેવા બનાવો પર કાબુ મેળવીને પ્રશંસનિય કામગીરી કરવામાં આવી છે. જેમાં ગોધરા ફાયર બ્રિગેડ દ્વારા વર્ષ દરમિયાન શહેરમાં 108 જેટલા ફાયર કોલ તેમજ 72 જેટલા સ્પેશિયલ સર્વિસ કોલ એટેન્ડ કરવામાં આવ્યા હતા.

ગોધરા ફાયર બ્રિગેડ દ્વારા વર્ષ 2022 દરમિયાન બંદોબસ્તથી માંડીને બચાવ તેમજ આગના બનાવ ઉપરાંત જનજાગૃતિ માટે મોકડ્રીલ સહિતના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. ગોધરા ફાયર બ્રિગેડના ઓફિસર પી.એફ સોલંકીનાં વડપણ હેઠળ ફાયર બ્રિગેડ દ્વારા વર્ષ 2022 દરમિયાન શહેરના આગજન્ય બનાવ તેમજ હેલીપેડ ખાતે પણ બંદોબસ્ત કરવામાં આવ્યા હતા. એજ રીતે ગોધરા ફાયર બ્રિગેડ દ્વારા વર્ષ દરમિયાન બચાવની પણ કામગીરી કરવામાં આવી હતી.

ગોધરા ફાયર બ્રિગેડ દ્વારા 108 જેટલા ફાયર કોલ અને 72 જેટલા સ્પેશિયલ સર્વિસ કોલ એટેન્ડ કરવામાં આવ્યા હતા. જેમાં ગોધરા ફાયર બ્રિગેડ દ્વારા મળતા તાત્કાલિક કોલમાં ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક ધોરણે સેવા પુરી પાડવામાં આવી હતી. જેમાં કેનાલમાંથી મૃતદેહ સહિત પશુઓ અને જીવના જોખમે બચાવવાની કામગીરી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવી હતી. બીજી તરફ ગોધરા ફાયર બ્રિગેડ દ્વારા 2022 દરમિયાન આગની બનાવોની ઘટનાઓમાં ઉત્કૃષ્ટ કામગીરી બજાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...