આવેલા નિરાંત વૃદ્ધાશ્રમમાં વૈષ્ણવ સમાજના મહિલા મંડળ દ્વારા હોળી રસીયાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજની મહિલાઓ ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમ સાથે ઠાકોરજીની પૂજા અર્ચના કરી હતી. ભારતીય સંસ્કૃતિમાં ઉજવાતા દરેક ધાર્મિક તહેવારોનું આગવું મહત્વ છે. આપણા તહેવારો અધર્મ પર ધર્મના વિજયના પ્રતીક સાથે ધાર્મિક સામાજિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ ધરાવે છે. ફાગણ સુદ પૂનમના દિવસે ઉજવાતું હોળી પર્વએ આસુરી શક્તિ પર દેવી શક્તિનો વિજય પર્વ છે.
નિરાંત વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોની એક પ્રકારે હૂંફ મળી રહે તે માટે વૈષ્ણવ સમાજના મહિલા મંડળ દ્વારા હોળી રસીયાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ભેગા થઈને ધાર્મિક કાર્યક્રમ સાથે નૃત્ય ગાન કરીને વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને ખુશ કરી દીધા હતા. સંતાન જ્યારે મા-બાપને તરછોડીને વૃદ્ધાશ્રમમાં મોકલી દે છે. ત્યારે જે દર્દ અને પીડા વડીલોને થાય છે તેની ખબર તરછોડી દેનાર સંતાનને હોતી નથી. તેમને ખબર નથી હોતી કે કઈ સ્થિતિમાં પિતા વૃદ્ધાશ્રમમાં જીવનનિર્વાહ કરતા હશે.
કાર્યક્રમની શરૂઆતમાં ઠાકોરજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી. બાદમાં નૃત્ય-ગાન સાથે હોળી રસિયા કાર્યક્રમ યોજાયો હતો. સૌ વડીલો ખુશ થઇ ગયા હતા. વૈષ્ણવ સમાજની બહેનો પણ આ કાર્યક્રમમાં જોડાતા નિરાંત વૃદ્ધાશ્રમ જાણે વ્રજભૂમિ બની ગયો હોય તેવો અહેસાસ થયો હતો. રંગે ચંગે હોળી રસિયાની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શીતલબેન શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.