કોંગ્રેસમાંથી હાર્દિક પટેલે રાજીનામું આપતાં ગોધરા ના કોગ્રેસ વિચારધારા વોટસઅપ ગ્રૂપમાંથી તે લેફટ થતાં ચર્ચાઓ ઉઠી હતી. કોગ્રેસ વિચાર ધારાવાળા સોશિયલ મીડિયા ગ્રૂપમાં કોગ્રેસના કાર્યક્રરોએ હાર્દિકને કોંગ્રેસે હેલીકોપ્ટર પ્રચાર વખતે આપ્યું હોવાનું યાદ કરાવતાં ગ્રૂપમાં તેના ટેકેદારો મુઝવણમાં મુકાયા હતા.
કોગ્રેસના કાર્યકરોના ગ્રૂપમાં હાર્દિક વિરુદ્ધ લખાણનો જવાબ પણ આપી શકયા ન હતા. હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા ગોધરા ખાતેના તેના ટેકેદાર વિધાનસભાની ટીકીટના દાવેદાર હોવાની વાતની પણ ગ્રૂપમાં ચર્ચાઓ થઇ હતી. ત્યારે હાર્દિકે કોંગ્રેસને બાયબાય કરતાં પંચમહાલ કોગ્રેસના સોશિયલ મીડિયાના ગ્રૂપમાં તેના ટેકેદારો કયારે હાર્દિક જોડે જશે તેવી પોસ્ટો આવતાં ચર્ચાનો વિષય બન્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.