નિર્ણય:ગુજરાત ભારતીય મજદૂર સંઘનો ભાજપા વિરુદ્ધમાં મતદાન કરવા અને કરાવવાનો બેઠકમાં નિર્ણય

ગોધરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પદાધિકારીઓ અને સંઘ સંલગ્ન ફેડરેશનના મુખ્ય પ્રતિનિધિઓ હાજર રહ્યા
  • ​​​​​​​નિર્ણયને પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લાના ભા.મ.સં.ના મંત્રીઅોનો ટેકો

ગાંધીનગરમા ગુજરાત ભારતીય મઝદૂર સંઘના પદાધિકારીઓ અને સંધ સંલગ્ન તમામ ફેડરેશનના મુખ્ય પ્રતિનિધિઓની એક બેઠક ગુજરાત પ્રદેશના અધ્યક્ષતામાં રાષ્ટ્રીય ક્ષેત્રિય મંત્રી રાજ બિહારી શર્માની ઉપસ્થિતિમાં મળી હતી. જેમાં તા.9 માર્ચના રોજ યોજાયેલ મહારેલી બાદ સરકારને આંગણવાડી, આશાવર્કરો, આશાફેસીલેટર, મધ્યાહન ભોજન, એસ.ટી, ઉદ્યોગો જેવા અનેક ક્ષેત્રોના કામદારો અને કર્મચારીઓના અનેક પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

પરંતુ સરકાર દ્વારા યોગ્ય નિરાકરણ નહિ લાવવામાં આવતા સંધ દ્વારા સરકાર સામે ભારે નારાજગી અને રોષ જોવા મળ્યો છે. જેને લઇને પદાધિકારીઓ અને સંધ સંલગ્ન તમામ ફેડરેશનના મુખ્ય પ્રતિનિધિઓઅે અાગામી વિધાનસભાની ચૂંટણી ભજપાની વિરુદ્ધમાં મતદાન કરવા અને કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તથા સંધના 158 યુનિયનો અને મહાસંધો દ્વારા સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આગામી તા.12 અને 19 સપ્ટેમ્બરના રોજ તમામ જિલ્લા મથકોએ કાર્યક્રમો કરવામાં આવશે. સંધ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને ભારતીય મઝદૂર સંઘ પંચના મંત્રી રાજેન્દ્રસિંહ પરમાર, દાહોદના મંત્રી વિરેન્દ્રસિંહ પરમાર તથા મહીસાગરના મંત્રી જીગ્નેશભાઈ દરજીએ ટેકો જાહેર કરી સંધે આપેલા કાર્યક્રમોમાં જિલ્લામાં પ્રદર્શન કરવામાં આવશે તેવું જાણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...