આવી રીતે ભણશે ગુજરાત:ખડોદીની શાળાના બાળકોની વૈકલ્પિક વ્યવસ્થા બની વ્યથા

ગોધરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાળા જર્જરિત થવાથી બાળકોને વાડીમાં બેસાડ્યા, ત્યાં પણ વરસાદી પાણી પડયા
  • જો નવીન અોરડા નહીં બને તો વાડીની તાળાબંધી કરવા સરપંચે ચીમકી ઉચ્ચારી
  • નવા અોરડા મંજૂર થયા છે, ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડીશું : શિક્ષણાધિકારી

મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ખડોદી ગામની પ્રાથમીક શાળામાં ધોરણ 1 થી 8 ના વર્ગો વાળી શાળા છે. અા શાળામા 5 શિક્ષકો સહીત 71 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. 8 કલાસવર્ગ ધરાવતી ખરોડી પ્રા. શાળાના અોરડા જર્જરીત થતાં વર્ષ 2017 ના અોકટોબર માસમાં શાળાને જર્જરીત જાહેર કરીને બંધ કરી દેવામાં અાવી હતી. શાળાના 71 બાળકોને વૈકલ્પીક વ્યવસ્થારૂપે ગામની સામુહીક વાડીમાં બેસાડીને અભ્યાસ કરાવી રહ્યા છે.

વાડીના હોલમાં અલગ અલગ જગ્યામાં બાળકોને શિક્ષકો ભણાવતાં ભારે અગવડતા પડી રહી છે. પરંતું ચોમાસાની સિઝનમાં વરસાદ વરસતાં ખડોદી ગામની સામુહીક વાડીમાં પણ ટપતાં વરસાદી પાણીમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે. તેમજ વાડી રોડ પર અાવેલી હોવાથી રીષેસના સમયે બાળકો બહાર જતાં અાકસ્મીક ધટના બનવાનો ભય વાલીઅો સેવી રહ્યા છે. નવા અોરડા બનાવવા ગ્રામજનોઅે શિક્ષણ વિભાગ અને કલેકટર કચેરીને અનેકવાર રજુઅાત કરી પણ કોઇ જવાબ હજુ સુધી અાવ્યો નથી.

5 વર્ષથી જર્જરીત થયેલી શાળાના અોરડાઅો ન બનતા ખડોદી ગામના સરપંચ તથા ગ્રામજનો રોષે ભરાયા છે. અને ગામના સરપંચે જુલાઇ માસ સુધી શાળાના રૂમ બાંધવાના પ્રશ્નોનું નિરાકરણ નહિ અાવે તો ગામની સામુહીક વાડીને પણ તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારતી રજુઅાત જિલ્લા શિક્ષણ વિભાગને કરી છે. તેમજ શાળા બંધી દરમ્યાન બાળકોના અભ્યાસ પર પડતી અસરની જવાબદારી સ્થાનિક શીક્ષણ વિભાગની રહેશે તેવી લેખીત રજુઅાત કરી હતી. ખડોદી ગામના શાળા જર્જરીત શાળાના બાળકોને અભ્યાસ માટેની વૈકલ્પિક વ્યવસ્થા પણ વ્યથા બનતાં બાળકો કેવી રીતે ભણશે ?

નવેસરથી ટેન્ડર બહાર પાડીશું
મહિસાગર જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધીકારીઅે જણાવ્યું કે ખડોદી ગામની પ્રાથમિક શાળાને જર્જરીત જાહેર કરાઇ હતી. તેના નવા અોરડા બનાવવાની મંજુરી અાવી ગઇ છે. ટેન્ડર ન ભરાતાં હવે નવેસરથી ટેન્ડર બહાર પાડીશું તેમ જણાવ્યું હતુ. ત્યારે શાળાને જર્જરીત જાહેર કર્યાના 5 વર્ષ થયા હોવા છતાં બાળકોને ભણવાના નવા અોરડા ન બનતાં હાલ બાળકોને વરસાદના ટપકાં પાણીમાં ભણવાનો વારો અાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...