અસામાજીકો માટે મોકળુ મેદાન:ગોધરાની પંડિત દિનદયાળ શાક માર્કેટ જાળવણી વગર ખંડેર બની

ગોધરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
શાક માર્કેટના શેડના તુટેલા પતરા. - Divya Bhaskar
શાક માર્કેટના શેડના તુટેલા પતરા.
  • પાલિકા દ્વારા પથારાવાળા પાસેથી ભાડુ વસૂલવામાં આવે છે : અસામાજીકો માટે મોકળુ મેદાન

ગોધરા શહેરની મધ્યમાં અાવેલા પાલીકા હસ્તાકની જહુરપુરા શાળા બંધ થતા શાળા પરિસરની બહાર ઉભા રહીને શાકભાજી વેચતા વેપારીઅો તથા ફેરીયાઅો માટે પાલીકા દ્વારા શેડ સાથે શાકમાર્કેટ તૈયાર કરવામાં અાવ્યુ અને નિયમોનુસાર ભાડુ નક્કી કરી શાકભાજી વેચવા વાળાઅોને જગ્યાની ફાળવણી કરવામાં અાવી હતી. પાલીકા માટે કાયમી અેક અાવકનો સ્ત્રોત પણ ઉભો થયો હતો. શરૂઅાતમાં પાલીકા દ્વારા શાકમાર્કેટની જાળવણી કરવામાં અાવી રહી હતી.

પરંતુ સરકારી મિલ્કત હોવાથી ધીમે ધીમે પાલીકા દ્વારા શાકમાર્કેટ તરફ ધ્યાન ન અપાતા અસામાજીક તત્વો માટે શાકમાર્કેટ મોકળુ મેદાન બની ગયુ હતુ. અા અંગે સ્થાનિક રહીશો દ્વારા વારંવાર પાલીકામાં તથા કલેક્ટર કચેરીમાં રજુઅાત કરવા છતા પાલીકા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં ન અાવતા સ્થાનિક રહીશો દ્વારા પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચાૈહાણને રજુઅાત કરવામાં અાવતા પૂર્વ સાંસદ દ્વારા સીસી ટીવી મુકવા સહિતની રજુઅાત કલેક્ટરને કરાતા દિશા કમીટીમાં શાકમાર્કેટમાં સીસી ટીવી ફીટ કરવાનું મંજુર કરવામાં અાવ્યુ હતુ.

પરંતુ પાલીકા દ્વારા કોઇ પણ જાતની જાળવણી નહી કરાતા છેલ્લા અેક માસથી સીસી ટીવી બંધ હાલતમાં છે. ે શાકભાજી વેચવા વાળા ઉનાળાના બળબળતા તાપથી જીવના જોખમે શેડ પર ચઢીને કંતાન નાખીને છાયડો મેળવી રહ્યા છે. વરસાદમાં શાકભાજી ખરીદવા વાળા તથા વેચાવા વાળાઅોની શુ હાલત થશે. વધુમાં પાલીકા દ્વારા શાકમાર્કેટ માટે અંદાજીત 250 થી વધુ વેપારીઅો પાસેથી રૂપિયા લેવામાં અાવે છે.

અન્ય સમાચારો પણ છે...