દેશનો સૌથી નાની વયનો કોરોના યોદ્ધા:ગોધરાના માત્ર 7 વર્ષના કોરોના યોદ્ધાનું 18 રાજ્યોમાં સન્માન

ગોધરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેશનો સૌથી નાની વયનો કિહાન કોરોના યોદ્ધા બન્યો
  • 18 રાજ્યોની 180 સંસ્થાઓ દ્વારા બાળકને સન્માનિત કરાયો

આજે પણ કોરોના કાળને યાદ કરતા શરીરમાંથી એક કંપારી પસાર થઈ જાય છે. લાખો લોકો મુર્ત્યુ પામ્યા હતા. જનજીવન ઠપ્પ થઈ જવા પામેલ હતું પરિવારજનો પણ એકબીજાથી દૂર દૂર ભાગતા હતા. માનવતા ડગમગી રહી હતી. લોકોએ પોતાના ઘરના દરવાજા બંધ કરી દીધા હતા.

કોરોનાને કારણે મોતના સમાચારો સાંભળીને લોકો ભયભીત થઈ જવા પામેલ હતા. ત્યારે ગોધરામાં રહેતા 7 વર્ષના કિહાનખાન પઠાણના માતા પિતાને પણ કોરોના થયો હતો. તેમ છતાં 7 વર્ષનો કિહાનખાન લોકોની મદદ માટે જીદે ચઢતા માતા પિતાએ તેને લોકોની મદદ કરવાની છુટ આપતા જીવના જોખમે ઘરમાંથી નીકળીને શહેરની ગલીઅોમાં નીકળી પડ્યો હતો. લોકોને કોવિડને લગતી જરૂરી માહિતી તથા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પહોચાડી કપરા સમયમાં ઉમદા કામગીરી કરીને માનવતા મહેકાવી હતી.

કિહાનખાન
કિહાનખાન

લોકોને કોરોના ગાઈડ લાઈનને લગતા નિયમો પાળવા સહિતના સંદેશા આપતો
વિડિઓ બનાવીને લોકોને કોરોના ગાઈડ લાઈનને લગતા નિયમો પાળવા સહિતના સંદેશા પણ આપતો હતો. જેને લઇને તે દેશનો સૌથી નાની વયનો કોરોના યોદ્ધા તરીકે જાણીતો થયો હતો. જેને લઈને દેશના ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મ.પ્ર., છત્તીસગઢ, ઝારખંડ, પોન્ડિચેરી, આસામ અને પશ્ચિમ બંગાળ મળી 18 રાજ્યોની 180 સંસ્થા દ્વારા કિહાનને સન્માનિત કરાયો હતો. મહારાષ્ટ્રની NGOની નેશનલ બુકમાં પણ બાળકનો સમાવેશ કરાયો છે.

મને મારા પુત્ર ઉપર ગર્વ છે
હું અને મારી પત્ની કોરોનાથી પીડિત હતા ત્યારે મારો પુત્ર કિહાન દ્વાર મને જણાવ્યું હતું કે પપ્પા લોકો આટલી મુશ્કેલીમાં છે. તો હું લોકોની મદદે જવા માગું છું. પેહલા તો મેં તેને ના પાડી પછી તે સતત જીદ પકડીને બેસી જતા મેં તેને બહાર જવા માટે રજા આપી હતી. અને લોકોની મદદે નીકળી પડ્યો હતો અને કોવીડની પ્રથમ લહેરમાં લોકોની કપરી પરિસ્થતિમાં મદદ પહોચાડવાની કામગીરી કરેલ હતી. જે મને મારા પુત્ર ઉપર ગર્વ છે. - ફિરોજખાન પઠાણ, કિહાનના પિતા

લોકોને મદદ કરવા માર્ગદર્શન આપીએ છીએ
હું અને મારા પતિ કોરોનાથી પીડિત હોવાથી કોવિડ 19ની ગાઈડ લાઈન મુજબ અમો સારવાર લઈ રહ્યા હતા. ત્યારે મારા પુત્રઅે લોકોની મુશ્કેલીઓ સાંભળીને મદદ કરવાની ઈચ્છા ઉભી થતા અમોએ તેને રજા આપી હતી. મારા પુત્ર એ જે કરી બતાવ્યું છે તે માટે હું ગર્વ અનુભવી રહી છું અને તે આગળ પણ કપરા સમયમાં મદદ રૂપ બને તેવા અમો તેને માર્ગદર્શન આપી રહ્યા છીએ. - શબાનાબેન, કિહાનના પિતા

અન્ય સમાચારો પણ છે...