ચોરી:ગોધરાના હિસ્ટ્રીશીટર ચોરને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપ્યો

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 દિવસ પહેલાં સિમલા ગેરેજ વિસ્તારમાંથી ચોરી કરી હતી
  • પોલીસે ચોરીના 40 હજાર સાથે જંગલીયાને ઝડપી પાડ્યો

ગોધરાના ગેની પ્લોટ ખાતે રહેતો નિશાર અનવર બદામ ઉફે જંગલીયો તથા અનવર બશીર હયાતનાઅો કયાંથી ચોરી કરીને લાવેલા રૂપિયા લાવ્યા છે. અને હાલ જંગલીયો ઉમર મસ્જીદ પાસે છે. તેવી બાતમી અેસઅોજી પીઅાઇ અેમ.કે.ખાંટને મળી હતી. બાતમીના અાધારે અેસઅોજી પોલીસે ઉમર મસ્જીદ પાસેથી નિશાર અનવર બદામ ઉફે જંગલીયાને પકડી પાડયો હતો. તેની પાસેથી 40 હજાર રૂપિયા રોકડા મળી અાવતા પોલીસે તેની પુછપરછ કરી હતી.

પાંચ દિવસ પહેલા અનવર બશીર હયાત સાથે મળીને ગોધરાના સિમલા ગેરેજ વિસ્તાર માંથી રોકડા 40 હજાર, મોબાઇલ તથા અેટીઅેમ કાર્ડની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. ભુરાવાવ પાસેના અેટીઅેમ મશીનમાંથી કાર્ડ પર લખેલ પાસવર્ડના અાધારે રૂપિયા કાઢવાની કોશિશ કરી પણ ફક્ત 500 રૂ નીકળયા હોવાનું જંગલીયાઅે જણાવ્યું હતુ|. પોલીસે તપાસ કરતાં ગોધરાના બી ડીવિજન પોલીસ મથકે નોધાવેલ ધરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો હતો. નિશાર અનવર બદામ ઉફે જંગલીયા વિરુદ્ધ ધરફોડ ચોરીના અંસખ્ય ગુના નોધાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...