વાતાવરણમાં ઠંડક:ગોધરામાં એક કલાકમાં 1 ઇંચ વરસાદથી પાણી ભરાઇ ગયા

ગોધરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિસર્જનમાં વરસાદના આગમનથી ગણેશ ભક્તો ખુશ
  • પવન સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

પંચમહાલ જિલ્લામાં સતત બિજા દિવસે મેધરાજાઅે અેન્ટ્રી પાડતાં જગતનો તાત ખુશ થયો હતો. ગોધરા શહેર તથા અાસપાસના વિસ્તારોમાં સાંજે 5 વાગ્યે વિજળીના કડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગોધરા શહેર સહીત વાવડી, વેગનપુર અંબાલી સહીતના ગ્રામ્ય વિસ્તારમાં પવનના સુસવાટા સાથે વરસાદ વરસતાં ડાંગરના પાકને ફાયદો થયો હતો.

ગોધરા શહેર તથા અાસપાસના ગ્રામ્ય વિસ્તારમાં અેક કલાકમાં અેક ઇંચ જેટલો વરસાદ નોધાયો હતો. જયારે જિલ્લાના હાલોલ, કાલોલ, મોરવા(હ),માં ગણેશ વિસર્જન દરમ્યાન વરસાદના અાગમનથી ગણેશ ભક્તો અાનંદીત થઇને નાચ્યા હતા. જિલ્લામાં વરસાદ વરસતા કાલોલમાં 4 મી.મી, હાલોલમાં 2 મી.મી, ઘોઘંબામાં 2 મી.મી, શહેરામાં 1 મી.મી તથા મોરવા (હ) માં 2 મી.મી વરસાદ નોધાયો હતો. ગોધરામાં ધોધમાર વરસાદથી વાવાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...