કલેક્ટરને રજૂઆત:કાલોલ તાલુકાના પરૂણા ગ્રામ પંચાયતના ગ્રામજનો દ્વારા વિસ્તારમાં થઈ રહેલા બેફામ રેતી ખનનને લઈન તંંત્રને આવેદન

પંચમહાલ (ગોધરા)12 દિવસ પહેલા

કાલોલ તાલુકાના પરૂણા ગામ પંચાયત માં સમાવેશ થતા કાશીયા ઘોડા, અગાશી ના મુવાડા ના ગ્રામજનોએ આજ રોજ ગોધરા કલેકટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે આમરી ગામમાં લગભગ 1700 જેટલી વસ્તી ધરાવતું ગામ છે જ્યાં અવાર નવાર ખનન માફિયાઓ દ્વારા રેતી કાઢી ખનન કરવામાં આવે છે જેના કારણે અમારા મકાનોમાં નીચાણવાળા વિસ્તારમાં માટીનું ધોવાણ થયું રહ્યું છે જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે માટે આવા અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે માટે કાલોલ તાલુકાના પરૂણા ગામ પંચાયતમાં સમાવેશ થતા કાશીયા ઘોડા, અગાશી ના મુવાડા ના ગ્રામજનો એ જિલ્લા કલેકટર આવેદનપત્ર આપી રજુઆત કરી હતી

કાલોલ તાલુકાના પરૂણા ગ્રામ પંચાયત ના ગ્રામજનોએ જણાવ્યું હતું કે અમારી ગામને અડીને ગોમા નદી પસાર થાય છે અને અવાર નવાર રેતી ખનન માફિયાઓ દ્વારા રેતીનું ખનન કરવામાં આવે છે આ બાબતે વારંવાર વહિવટી તંત્ર રજુઆત કરવામાં આવી પરંતુ આ બાબતે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. ગ્રામ લોકોના જાનમાલ ને નુકશાન થાય તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહ્યું છે. હાલમાં ચોમાસાની ઋતુમાં વરસાદ પડવાથી પૂરની પરિસ્થિતિ ઉભી થઈ હતી જેમાં અમારા ગામમાં રહેતા લોકોનું માલ મિલકતનું ઘણું બધું નુકશાન થયું હતું અને ખનિજ માફિયાઓ દ્વારા રેતીનું ખનન થાય તો વસવાટ કરતા લોકોના મકાન તૂટી ને નદીમાં પડી જાય તેમ છે આથી પરૂણા ગ્રામ પંચાયત સરપંચ સહિત ગ્રામજનો ગોધરા કલેકટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપ્યું હતું અને યોગ્ય નિરાકરણ લાવવા માટે માંગ કરી હતી અને જો નિરાકરણ નહીં આવે તો આવનાર દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે જઈ ગોધરા કલેકટર કચેરી ભૂખ હડતાળ ઉપર ઉતરી આવી શું તેવું જણાવ્યું હતું.

ભૂતકાળમાં આ ગામમાં ત્રણ લોકોના મોત થયા છે :- પૃથ્વીરાજસિંહ પરમાર
કાલોલ તાલુકાના પરૂણા ગ્રામ પંચાયત માં રહેતા સ્થાનિક રહીશ પૃથ્વીરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે સરકાર દ્વારા 2012 માં બ્લોક પાડેલા હતો એ બ્લોકના વિરુદ્ધમાં અમે ગ્રામજનો સાથે આવ્યા છે અગાઉ જે બ્લોક પાડ્યા હતા ત્યારે તે લોકો રેતી ભરી ગયા હતા અને હાલ નવેસરથી એના એજ બ્લોક માં રેતી ભરવામાં આવે છે અને બ્લોકની ફાળવણી થઈ ત્યારથી અસામાજિક તત્વો દ્વારા અમારા ગ્રામજનોને હેરાન પરેશાન કરી હુમલો કરવામાં આવે છે અને આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ભરવામાં આવતા નથી આ રેતીના ખનન બાબતે ભૂતકાળમાં ત્રણ લોકોના મોત થયા છે અને હાલ પરૂણા ગ્રામ પંચાયત માં આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં અમુક મકાનો પડી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

અન્ય સમાચારો પણ છે...