જામીન:ગોધરા ટ્રેનકાંડના કેદીને 6 માસના શરતી જામીન

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દર 15 દિવસે પોલીસમાં જાણ કરવાની રહેશે

સાબરમતી ટ્રેન હત્યાકાંડમાં ગોધરાના અબ્દુલ રહેમાન ધંતિયા ઉફે કાનકટ્ટો ઉફે જાંબુરાને કોર્ટે દોષીત જાહેર કરતાં તેને અાજીવન કેદની સજા ફટકારવામાં અાવી હતી. તેને તેની અાજીવન કેદની સજામાં 15 વર્ષ કરતા વધુ સમય જેલમાં રહ્યો હતો. અબ્દુલ રહેમાન ધંતિયાની પત્ની અને પુત્રી બીમારી રહેતા સુપ્રીમ કોર્ટમાં વચગાળાની જામીન અરજી દાખલ કરી હતી.

જે અરજી સુપ્રિમ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે તેની પત્નીને કેન્સરની બિમારી અને પુત્રી માનસિક રીતે અક્ષમ હોવાથી 6 માસના શરતી જામીન મંજુર કર્યા છે. 6 માસના શરતી જામીન કોર્ટે સેશન કોર્ટના નિયમો અને શરતોને અાધીન રહેશે. અબ્દુલ રહેમાન ધંતીયાને સ્થાનિક પોલીસ મથકે દર 15 દિવસે જાણ કરવાની રહેશે. કેદીને 6 માસના શરતી જામીન મળતાં પત્ની તથા પુત્રીની સારવારમાં મદદરૂપ રહેશે.

અન્ય સમાચારો પણ છે...