કૌભાંડ કારીઓમાં ફફડાટ:ગોધરા સેશન્સ અદાલત દ્વારા ડુપ્લીકેટ ટેસ્ટીંગ રીપોર્ટના રાજ્યવ્યાપી આરોપી અકિલ અડાદરાવાળાની જામીન અરજી ફગાવાઈ

પંચમહાલ (ગોધરા)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં અંદાઝે 31 જિલ્લાઓમાં કાર્યરત બાંધકામ વિભાગ હસ્તકની GERI કચેરીઓના ડુપ્લીકેટ ટેસ્ટીંગ રીપોર્ટો તૈયાર કરવાનાં આરોપ હેઠળ, સબ જેલમાં કેદ ભેજાબાજ આરોપી અકિલ અડાદરાવાળાએ ગોધરા સેશન્સ અદાલત સમક્ષ રેગ્યુલર જામીન અરજી મુકી હતી. આ ​​​​​​સંદર્ભમાં ગોધરાના એડિશનલ સેશન્સ જજ ઈ.એમ.શેખ સમક્ષ હાથ ધરાયેલી કાયદાકીય દલીલોમાં જિલ્લા સરકારી વકીલ રાકેશ ઠાકોર અકિલની જામીન અરજીનો વિરોધ કરાયો હતો. જેમાં રાજ્યવ્યાપી કૌભાંડ અંગેની ધારદાર દલીલોના અંતે ગોધરા સેશન્સ અદાલત દ્વારા રાજ્યવ્યાપી કૌભાંડનાં માસ્ટર માઈન્ડ આરોપી અકિલ અડાદરાવાળાની જામીન અરજીને ફગાવી દેતાં કૌભાંડકારી ચહેરાઓમાં ભયનો સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.
સીક્કાઓનો દુરોપયોગ કરતાં ગર્વમેન્ટના કોન્ટ્રાકટરો
ગત તા.30મી ઓગષ્ટના રોજ LCBશાખાના PI જે.એન.પરમારને ખાનગી બાતમીદારથી બાતમી મળી હતી. કે, અકીલ ઓન અડાદરાવાલા કે જે વ્હોરવાડ વ્હોરા કોટેજ ગોધરાના છે. તેઓની ગોધરા સાથરીયા બજારમાં રવીન્દ્ર ટ્રાન્સપોર્ટની ગલીમાં આવેલી દુકાનમાં કેટલાક ગર્વમેન્ટના કોન્ટ્રાકટરો કે જે સીક્કાઓનો ખોટી રીતે દુરોપયોગ કરે છે અને દુકાનમાં ઘણું સાહીત્ય રાખેલ છે. તેવી મળેલી બાતમીના આધારે પંચો દ્વારા રૂબરૂ તપાસ હાથ ધરવામાં આવી હતી.
બનાવટી સીક્કાઓ, સહીઓ અને દસ્તાવેજનો ખેલ
આ તપાસમાં Research Officer Material Testing Division GERI, વડોદરા, ગોધરા, ગાંધીનગર, ભરૂચ, સુરત, પાલનપુર, બોટાદ, કચ્છ, ભચાઉ વિગેરેના હોદ્દાના સીક્કા તથા અશોક સ્તંભ હીન્દીમાં 'સત્યમેવ જયતે' લખેલા રાઉન્ડ સીક્કાઓ કુલ નંગ -31 મળી આવ્યા હતાં. તેમજ NORTH GUJARAT RESEARCH DIVISIONના લેટરપેડો, દસ્તાવેજી કાગળો તેમજ GUJARAT ENGINEERING RESEARCH INSTITUTE (GERI)ના અલગ-અલગ ડીપાર્ટમેન્ટના લખાણ લખાયેલ દસ્તાવેજી કાગળો વિગેરે મળી કુલ -2621 દસ્તાવેજી કાગળો સાથે લેપટોપ નંગ -2 અને પ્રીન્ટર નંગ -1 મળી આવેલ જે CRPC કલમ 102 મુજબ તપાસ અર્થે કબજે કરવામાં આવ્યા હતાં. જેની તપાસ LCB શાખાના PI જે.એન.પરમાર દ્વારા સંભાળી લઇ ઉપરોકત મળી આવેલા સીક્કાઓ તેમજ દસ્તાવેજી કાગળોને લગતી-વળગતી કચેરીઓ ખાતે ખરાઇ તપાસ કરવામાં આવી હતી. જેમાં આ સીક્કાઓ તથા દસ્તાવેજી કાગળોમાં જણાવેલ જાવક નંબર તેમજ દસ્તાવેજમાં અધિકારી કર્મચારીઓની સહીઓ ખોટી એટલે કે, બનાવટી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.​​​​​​​

કચેરીના નામે કુલ-33 ખોટાં પત્રવ્યવહાર થયાં
આ બાબતે મદદનીશ સંશોધન અધિકારીની કચેરી જિલ્લા પ્રયોગશાળા પેટા વિભાગ ગુજરાત ઇજનેરી સંશોધન સંસ્થા 36 કવાર્ટસની બાજુમાં પાનમ કોલોની ગોધરાના સચિન દિનેશ અગ્રવાલ મદદનીશ સંશોધન અધિકારીએ જણાવ્યું હતું કે, આ સંબધે તેઓની કચેરીના કુલ-33 પત્રવ્યવહાર કરેલ ન હોવા છતાં ખોટા બનાવટી પત્રો દ્વારા તે દર્શાવવામાં આવ્યાં હતાં. તેમાં કચેરીના કોઇપણ અધિકારી તેમજ કર્મચારીઓએ સહી કે સીક્કાઓ મારેલ ન હોવા છતાં તે અંગેના પત્ર વ્યવહારો ખોટી રીતે થયા હતાં. કચેરી સાથે ગુનાહીત વિશ્વાસઘાત કરવાના હેતુસર ખોટા દસ્તાવેજો બનાવી અને આ બનાવટી દસ્તાવેજ હોવાનું જાણવા છતાં તેનો સાચા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો.​​​​​​​
આરોપી અકીલ અડાદરાવાળીની ધરપકડ
ખોટા સીક્કાઓ બનાવી પોતાના કબજામાં અલગ-અલગ સંસ્થા તેમજ અલગ-અલગ સરકારી હોદ્દાના સીક્કાઓ રાખી 'ગેરી' ગોધરાના રીઝલ્ટ સીટ તેમજ પત્રો બનાવી અમુક ઇસમો/ઇજારદારો સાથે મળી ભળી જઇ આર્થીક લાભ મેળવવા માટે ગેરીના લેટરપેડના લોગોવાળા લેટરપેડો રાખી જે લેટરપેડો ખોટા બનાવટી બનાવી જેનો ખોટો દુર ઉપયોગ કર્યો. જે વિગેરે મતલબે ફરીયાદ ગોધરા શહેર બી-ડીવીઝન પો.સ્ટે. ઇ.પી.કો. કલમ 406, 420, 465, 467, 468, 471, 472, 473, 474 મુજબનો ગુન્હો ગત તા.24મી સપ્ટેમ્બરના રોજ રજીસ્ટર કરી આરોપી અકીલ ઓન અડાદરાવાલા (રહેણાંક વ્હોરવાડ વ્હોરા કોટેજ ગોધરાના)ની ધરપકડ કરવામાં આવી હતી.​​​​​​​
અદાલતે અડાદરાવાળાની જામીન અરજીને ફગાવી દીધી
ગોધરા સબ જેલમાં બંધ રહેલા રાજ્યવ્યાપી ડુપ્લીકેટ ટેસ્ટીંગ રીપોર્ટો તૈયાર કરવાના માસ્ટર માઈન્ડ આરોપી અકિલ અડાદરાવાલાએ ગોધરા સેશન્સ અદાલતમાં જામીન મુક્ત થવા માટે કરેલ રેગ્યુલર જામીન અરજી સંદર્ભમાં હાથ ધરાયેલ કાયદાકીય દલીલોમાં જિલ્લા સરકારી વકીલ રાકેશ ઠાકોરની જામીન અરજીનો વિરોધ કરતી અસરકારક દલીલોને ગ્રાહ્ય રાખીને ગોધરા સેશન્સ અદાલત દ્વારા અકિલ અડાદરાવાલાની જામીન અરજીને ફગાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...