હજારો લીટર પાણીનો વેડફાટ:ગોધરા- આર.ટી.ઓ. સર્કલ પાસે વર્ષોથી પીવાના પાણીની પાઈપ લીકેઝ અવસ્થામાં

પંચમહાલ (ગોધરા)16 દિવસ પહેલા

રાજ્યમાં જ્યાં ઘણા લોકોને શુદ્ધ પીવાનું પાણી નથી મળતું લોકો દુષિત પાણી પીવા પર મજબુર બને છે. લોકો પીવાના પાણી માટે વલખા મારે છે, તેવામાં પંચમહાલ જીલ્લના મુખ્ય મથક ગોધરા ખાતે આવેલ આર.ટી.ઓ. સર્કલ પાસે વર્ષોથી પીવાના પાણીની પાઈપ લીકેઝ અવસ્થામાં છે.

આર.ટી.ઓ. સર્કલ પાસે પાણીની પાઈપ જમીન અંદરથી લીકેઝ
પાઈપ લીકેઝ થવાથી દરોજના હજાર લીટર ઉપરાંત પાણીનો બગાડ થાય છે. તે પાણી રસ્તા પર એકઠું થવાથી રસ્તો પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. ખૂબજ મોટી માત્રામાં પાણીનો બગાડ થવાથી લોકો સુધી સ્વચ્છ પાણી પહોંચી શકતું નથી. ગોધરાના આર.ટી.ઓ. સર્કલ પાસે પાણીની પાઈપ જમીન અંદરથી લીકેઝ હોવાના કરણે જમીનમાંથી સ્વયંભુ ફુવારા સ્વરૂપે પાણી નીકળી રહ્યું છે. પાલિકા તંત્રને ત્યાના રહીશો દ્વારા વારંવાર રજુઆતો કર્યા છતાય તે પાણીના લીકેઝ માટે તંત્ર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી રહ્યું નથી.

આ બાબતે ત્યાના એક જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે, આ પાઈપ 1.5 વર્ષ ઉપરાંતથી લીકેઝ અવસ્થામાં છે. પાઈપ લીકેઝની રહીશો દ્વારા પાલિકા તંત્રને રજુઅતો કર્યા છતાય કોઈ પાલિકા દ્વારા રીપેર કરવામાં આવતું નથી. રહીશે વધુમાં જણાવ્યું હું કે આ પાણીના લીકેઝ થવાથી પાણી રસ્તા પર ભરાતું હોવાથી રસ્તા પર મસમોટા ખાડા પડી ગયેલ છે અને એન લીકેઝ્ને કારણે ખાડાઓમાં પાણી ભરાઈ જવાથી ત્યાં અકસ્માતનો ભય રહેલો છે. તેથી ત્યાના રહીશોએ પાલિકા તંત્રને અપીલ કરી હતી કે આ લીકેઝનું તાત્કાલિક ધોરણે ઉપાય લાવે.

અન્ય સમાચારો પણ છે...