કાર્યવાહી:ગોધરા પ્રાંત અધિકારીએ ઓરવાડાથી ગેરકાયદે માટી ભરેલા 3 ડમ્પરો ઝડપ્યા

ગોધરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંચમહાલ ખાણખનીજ વિભાગને વાહનો સોંપતાં વિભાગે વધુ તપાસ હાથ ધરી

ગોધરા ટીડીઓની તપાસ દરમિયાન તાલુકાના ભલાણીયા અને નાની કાંટડીમાં 10 હેક્ટર કરતાં વધુ ગૌચર જમીનમાંથી રૂા.9 કરોડની માટી ચોરીના પ્રકરણ પ્રકાશમાં આવ્યું હતુ. અને જે માટી કૌભાંડનો સ્વીકાર પણ તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. જેને લઈ હવે તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. ગોધરા પ્રાંત અધિકારીએ ગોધરા તાલુકાના ઓરવાડા ગામ નજીક થી ગેરકાયદે માટીનું વહન કરી પસાર થતા ત્રણ જેટલા ડમ્પરો ઝડપી પાડી જિલ્લાના ખાણખનીજ વિભાગને સોંપ્યા હતા. ખનીજ વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે બીજી બાજુ એ પણ ચર્ચાઇ રહ્યુ છે કે ખાણખનીજ વિભાગની રહેમનજર હેઠળ ખનીજ માફિયાઓ ખનીજનું ગેરકાયદે વહન કરી રહ્યા હોવાથી ખનીજ વિભાગ દ્વારા આંખ આડા કાન કરે છે. ખનીજ માફિયાઓ ગ્રામ્ય વિસ્તારોમાં ગૌચર જમીનોમાં પણ બિન્ધાસ્ત પણે ખોદકામ કરી કરોડો રૂપિયાની માટી ચોરી કરતા હોય છે. માટી ચોરી કૌભાંડને લઈ પ્રાંત અધિકારી સહિત તંત્ર એકશનમાં આવતા ખનન માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાવા પામ્યો છે. ત્યારે હવે ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...