તાત્કાલિક બદલી:ગોધરાના PIએ ચૂંટણીમાં દાવેદારી કરતાં 1 દિવસમાં અમદાવાદ બદલી

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માતર વિધાનસભા સીટ પર ઇચ્છુક ઉમેદવારની દાવેદારી નોંધાવી હતી
  • પીઆઇની જાહેર હિતમાં તાત્કાલિક બદલી કરતાં અનેક ચર્ચાઓ

ગોધરા શહેર અે ડિવિઝન પોલીસ મથકે પીઅાઇ તરીકે અાર.અેમ. મુધવા ફરજ બજાવતા હતા. હાલ ભાજપ દ્વારા વિધાસસભાની ચુંટણી માટે ઇચ્છુક ઉમેદાવારી કરનાર દાવેદારોના સેન્સ લેવાઇ રહ્યા છે. ત્યારે ગોધરાના પીઅાઇ મુંધવાઅે માતર વિધાનસભા સીટ પર ભાજપના ઉમેદવાર તરીકે પોતાની દાવેદારી રજુ કરી હતી. તા.28 પીઅાઇઅે અાર.અેમ.મુંધવાઅે દાવેદારી નોધાયાના અેક દિવસ બાદ અમદાવાદ ખાતે બદલ થયાનો હુકમ આવતાં અનેક ચર્ચાએ સ્થાન લીધું હતુ.

માતર સીટ પર ભાજપ તરફ પીઅાઇઅે દાવેદારી નોધાયા બાદ સમાચારમાં પીઅાઇ ચમક્યા હતા. ત્યારે અચાનક રાજય ડીજી અેન્ડ અાઇજીઅે પીઅાઇ મુંધવાની સી.ડી.અો અમદાવાદ ખાતે જાહેર હીતમાં બદલી કરી દીધી હતી. નવા નિમણુક સ્થળે હાજર થવાનો હુકમ કર્યો હતો. ત્યારે દાવેદારી નોધાયાના અેક દિવસ બાદ પીઅાઇની બદલી થતાં અનેક ચર્ચા ઉઠવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...