અમલવારી:ગોધરા પાલિકાએ વાવડી બુઝર્ગ, ભામૈયા - ચિખોદ્રા પંચાયતનો વહીવટી ચાર્જ મેળવ્યો

ગોધરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 9 માસનો પંચાયતી વહીવટી કર્યા બાદ સરપંચ તથા સભ્યો સત્તાથી દૂર થયા
  • તાલુકા પંચાયતની ટીમોએ પાલિકાની ટીમને પંચાયતોના તમામ દસ્તાવેજો સોંપ્યા

વર્ષ 2015માં રાજય સરકારે ગોધરા તાલુકાની વાવડી બુઝર્ગ, ભામૈયા, ચિખોદરા પંચાયતને ગોધરા પાલીકામાં સમાવેશ કરાવ નોટીફીકેશન જાહેર કર્યું હતું. પાલીકામાં નહી જોડાવવા માટે વાવડી, ભામૈયા, ચીખોદરાના સરપંચ તથા સભ્યોઅે ઠરાવ કરીને હાઇકોર્ટમાં વર્ષ 2016 માં પીટીશન દાખલ કરી હતી. હાઇકોર્ટે સામવેશ પર સ્ટે આપ્યો હતો.

વર્ષ 2016 થી પાલીકા દ્વારા પંચાયતી વિસ્તારમાં રૂા.6.5 કરોડની ગ્રાન્ટ પાણી, રસ્તા સહીત વિકાસના કામો માટે વાપર્યા હતા. તારીખ 1 સપ્ટે 22ના રોજ સ્ટે પુર્ણ થતાં પંચાયતોઅે વધુ ચાર અઠવાડીયાની મુદત માંગી હતી. હાઇકોર્ટે નગર પાલીકાઅે પંચાયત વિસ્તારમાં કરેલ રૂા.6.5 કરોડનો ખર્ચ તથા પાલીકાના વકીલની દલીલોને ગ્રાહ રાખીને વાવડી બુઝર્ગ અને ભામૈયા ગ્રામ પંચાયતની સ્ટેની મુદત વધારવાની અરજી સહીત પીટીશન ડીસમીસ કરતાં સરકારના નોટીફીકેશનની અમલવારી શરૂ થઇ ગઇ હતી.

ગુરુવારે પાલિકાના ચીફઅોફિસર, અેકાઉન્ટન્ટ સહીતની ટીમ ગોધરા તાલુકા પંચાયતની કચેરીમાં જઇને ટીડીઅો પાસેથી ત્રણ પંચાયતનો વહીવટી લીધો હતો. તાલુકા પંચાયતની ટીમોઅે વાવડી બુઝર્ગ તથા ભામૈયા ગ્રામ પંચાયત તથા ચીખોદ્રા પંચાયતમાંથી મહેસુલી સહીત તમામ દસ્તાવેજોને પાલીકાઅે કસ્ટડી લઇને પંચાયતનો વહીવટી પાલીકાઅે હસ્તક કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...