મુર્તિવિર્સજનનો નિયમ હટ્યો:ગોધરા નગરપાલિકાનો મહત્વનો નિર્ણય, ભક્તો દશામાંની મુર્તિનુ વિર્સજન તળાવમા કરી શકશે

પંચમહાલ (ગોધરા)17 દિવસ પહેલા
  • પાલિકા દ્વારા રામસાગર તળાવની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી

ગોધરા શહેરમાં નગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે જાહેર તળાવોમાં મૂર્તિ વિસર્જન કરવા માટે રોક લગાવવામાં આવી હતી. પરંતુ આ વખતે સરકાર દ્વારા નિયમોનો કોઈ બંધી નહીં હોવાના કારણે આ વર્ષે ગોધરા શહેરનાં મધ્યમ આવેલા રામ સાગર તળાવમાં દશામાંની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. જેના કારણે ગોધરા નગરપાલિકાનાં પ્રમુખના નિર્ણયને ગોધરાના નગરજનોએ આવકાર્યો છે.

રામસાગર તળાવ ખાતે આગોતરું આયોજન કરવામાં આવ્યું
પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં દશામાંની વ્રતની શરૂઆત થઈ ચૂકી છે. અને આ પર્વની ધામધૂમથી ગોધરા શહેરમાં ઉજવણી કરવામાં આવે છે. હજારો ભાવિકો દ્વારા દશામાંની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે અને આરાધના કર્યા બાદ ઉત્સાહભેર દશામાંની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. જેના કારણે નગર પાલિકા દ્વારા આ વર્ષ દશામાંની પ્રતિમાનું વિસર્જન ગોધરા રામસાગર તળાવ ખાતે કરવામાં આવશે તેના ભાગરૂપે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.

ભક્તોમાં તહેવારોને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો
રામ સાગર તળાવને પ્રદુષિત થતી અટકાવવા માટે વિવિધ દેવી દેવતાઓની આરાધના કરી પુજાપા સહિતના અન્ય સામગ્રી વિસર્જિત કરવા માટે ડસબિન વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી કોઈ તહેવાર ઊજવાય શક્તો નથી. દશામાં અને ગણપતિ મહોત્સવની ઉજવણી પર કોરોનાના કારણે ફિક્કી રહી હતી. જોકે આ વર્ષે નિયમોનો કોઈ બાંધી નહીં હોવાના કારણે ભક્તોમાં તહેવારોને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સેવાકીય સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવશે
​​​​​​​
ત્યારે ગોધરા નગરપાલિકા પ્રમુખએ જણાવ્યું હતું કે, ગોધરા શહેરના મધ્યસ્થ આવેલ રામ સાગર તળાવ ખાતે નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા તળાવની ચારેય બાજુ સાફ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. અને દશામાંના વિસર્જન દરમિયાન જે પુજાપા સહિતની અન્ય સામગ્રી માટે અલગથી ડસબિન મૂકવામાં આવશે. જે જગ્યાએથી માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવશે તે જગ્યાએ લાઈટનિંગ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ જોડાયેલ સંસ્થાઓ દ્વારા પણ સેવાકીય કાર્ય કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...